Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઝખાર્યા 1:19 - પવિત્ર બાઈબલ

19 એટલે મારી સાથે વાત કરી રહેલા દેવદૂતને મેં પૂછયું, “આ શું છે?” તેણે મને જવાબ આપ્યો, “એ તો યહૂદિયા, ઇસ્રાએલ અને યરૂશાલેમના લોકોને વેરવિખેર કરી નાંખનાર શિંગડાં છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “એ શું છે?” તેણે મને ઉત્તર આપ્યો, “જે શિંગડાએ યહૂદિયા, ઈઝરાયલ તથા યરુશાલેમને વિખેરી નાખ્યા છે તેઓ એ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “આ શિંગડાંનો શો અર્થ થાય છે?” તેણે ઉત્તર આપ્યો, “એ તો યહૂદિયા, ઇઝરાયલ અને યરુશાલેમને વિખેરી નાખનાર દુનિયાની મહાસત્તાઓ સૂચવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 મેં મારી સાથે વાત કરનાર દૂતને પૂછ્યું, “આ શું છે?” તેણે મને જવાબ આપ્યો, “આ તો યહૂદિયા, ઇઝરાયલ તથા યરુશાલેમને વેરવિખેર કરનાર શિંગડાં છે.”

Faic an caibideil Dèan lethbhreac




ઝખાર્યા 1:19
20 Iomraidhean Croise  

આ બધાં પ્રબોધકોમાં એક પ્રબોધક સિદકિયા હતો, જે કનાઅનાહનો પુત્ર હતો. તેણે લોખંડના શિંગડા બનાવીને જાહેર કર્યું, “યહોવા કહે છે કે ‘આ લોખંડના શિંગડાઓ વાપરીને તમે અરામીઓને ઘાયલ કરશો અને અંતે તેમનો નાશ થશે.’”


યહૂદા અને બિન્યામીનના દુશ્મનોને ખબર પડી કે દેશવટેથી પાછા આવેલા લોકો ઇસ્રાએલના દેવ યહોવાનું મંદિર બાંધે છે.


ત્યારબાદ દેશના લોકોએ યહૂદિયાઓને ડરાવીને ના હિંમત બનાવી તેમને આગળનું બાંધકામ કરતા રોકવાનો પ્રયત્ન કર્યો.


વળી ઇરાનના રાજા આર્તાહશાસ્તાના અમલ દરમ્યાન બિશ્લામે, મિથદાથ, તાબએલે અને તેમના બીજા સાથીઓએ રાજાને પત્ર લખ્યો. એ પત્ર અરામી ભાષામાં લખેલો હતો. તેનું ભાષાંતર કરીને સંભળાવવાનું હતું.


પરંતુ તે જ સમયે યુફ્રેતિસ નદીની પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રશાસક તાત્તનાય અને શથાર-બોઝનાય તથા તેઓના સાથીદારો યરૂશાલેમ આવ્યા અને પૂછયું, “આ મંદિર ફરીથી બાંધવાની અને લાકડાનું કામ પુરું કરવાની પરવાનગી તમને કોણે આપી છે?”


“મેં ધમંડીઓને અભિમાન નહિ કરવાં ચેતવણી આપી છે અને દુષ્ટોને મેં કહ્યું છે કે, ‘ઘમંડ કરીને ડંફાસ ન મારો.’


શિંગ ઉંચું કરીને અભિમાન સાથે ન બોલો ઘમંડ કરીને ડંફાસ ન મારો.”


મોઆબનું બળ તોડી નાખવામાં આવ્યું છે, અને તેની સત્તા ભાંગી નાખવામાં આવી છે.” આ યહોવાના વચન છે.


“ત્યારે શણના વસ્ત્ર પહેરી ઉપરવાસ ઊભેલા માણસે પોતાનો જમણો અને ડાબો હાથ આકાશ તરફ ઊંચો કરીને દેવના સમ ખાઇને કહ્યું, ‘કાળ, કાળો ને અડધા કાળ સુધીની તે મુદત છે. જ્યારે પવિત્રપ્રજાની સતામણીનો અંત આવશે, ત્યારે આ બધી ઘટનાઓનો અંત આવશે.’


એટલે મેં ત્યાં જેઓ ઊભા રહ્યાં હતા, તેઓમાંના એકની પાસે જઇને તેને પૂછયું કે, ‘આ બધાનો અર્થ શું?’


તમે કે જે શુન્યવત જગ્યા પર આનંદ પામો છો, અને તમે જ કહો છો, “શું આપણે આપણી પોતાની જ તાકાતથી શિંગો ધારણ કર્યાં નથી?”


તમે લડવૈયાઓના માથા તેમના પોતાના જ ભાલાઓથી વીંધી નાખો છો. જ્યારે તેઓ વાવાઝોડાની જેમ અમને મારી નાખવા આવ્યા. સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા લોકોની જેમ તેઓ આનંદ માને છે.


પછી મેં મારી આંખો ઊંચી કરીને જોયું, તો, મને પ્રાણીઓના ચાર શિંગડાં દેખાયાં!


મેં પૂછયું, “આ લોકો શું કરવા આવ્યા છે?” યહોવાએ કહ્યું, “આ શિંગડાઓએ યહૂદિયાને એવી રીતે વેરવિખેર કરી નાખ્યું હતું કે કોઇ માણસ પોતાનું માથું ન ઊંચકી શકે; અને આ લોકો યહૂદિયાની ભૂમિને અને પોતાનું માથું ઊંચુ કરનાર પ્રજાઓને ત્રાસ આપવા અને નાશ કરવા આવ્યા છે.”


“આ શું છે, મારા યહોવા?” એટલે તે દેવદૂતે મને કહ્યું, “એ શું છે એ હું તને જણાવીશ.”


મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?” ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”


સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારા પિતૃઓએ મને ગુસ્સે કર્યો એ માટે તેઓ પર મેં દયા દર્શાવી નહિ, તેથી મેં તેઓને નુકસાન પહોંચાડવાની યોજના ઘડી હતી.


Lean sinn:

Sanasan


Sanasan