Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:6 - પવિત્ર બાઈબલ

6 હું રંગે શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. આ સૂર્યના તડકાએ મને બાળી નાખી છે; મારા ભાઇઓ પણ કોપાયમાન થયા હતા; અને દ્રાક્ષાવાડીની રખેવાળી કરવા ત્યાં મને મોકલી આપી. તેથી હું શ્યામ થઇ ગઇ, મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું શામળી છું, ને તડકે મને બાળી નાખી છે, તે માટે મને જોશો નહિ. મારી માના દીકરા મારા પર ક્રોધાયમાન થયા, તેઓએ મને દ્રાક્ષાવાડીઓની રખેવાળ ઠરાવી; પણ મેં મારી પોતાની દ્રાક્ષાવાડી સંભાળી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મારા વર્ણને લીધે મારી સામે તુચ્છકારથી જોશો નહિ, કારણ, સૂર્યના તડકાએ મને દઝાડી છે. મારા બાંધવો મારા પર કોપાયમાન હતા. તેથી તેમણે મને દ્રાક્ષવાડીઓની ચોકી કરવાની કામગીરીમાં રોકી દીધી હતી. એને લીધે, મેં મારી દ્રાક્ષવાડીની, મારી જાતની દરકાર કરી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું શ્યામ છું તેથી મારી સામે એકીટશે જોશો નહિ. કેમ કે સૂર્યએ મને બાળી નાખી છે. મારી માતાના દીકરાઓ મારા પર કોપાયમાન થયા હતા; તેઓએ મને દ્રાક્ષવાડીની રક્ષક બનાવી. પણ મારી પોતાની દ્રાક્ષવાડી મેં સંભાળી નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:6
15 Iomraidhean Croise  

મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે.


મારા ભાઇઓને મન હું પારકા જેવો છું, અને મારી માના પુત્રને મન હું પરદેશી જેવો થયો છું.


અને આના કારણે તારા પોતાનાં ભાઇઓ અને તારા પોતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તને મારી નાખવા માટે તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલા મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.”


મારા લોકોના ઘા જોઇને મારું હૈયું ઘવાય છે, હું શોક કરું છું; અને હું વિશાદથી દિગ્મૂઢ થઇ ગયો છું.


પણ હાલ તેઓ રસ્તામાં પડયાં છે, ઓળખાતા નથી. તેમના મોંઢાકાજળથી પણ કાળા પડી ગયા છે; તેમની ચામડી હાડકા પર ચીમળાઇ ગઇ છે અને સુકાઇને લાકડા જેવી થઇ ગઇ છે.


કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.


જો તમે મારા શિષ્યો છો, તો લોકો તમારી પજવણી કરશે, પરંતુ જે અંત સુધી ટકશે તેમનો જ ઉદ્ધાર થશે.


ચેલાઓ પોતાના ગુરૂ જેવા બનવામાં અને દાસે તેના શેઠ જેવા બનવામાં સંતોષ માનવો જોઈએ. જો ઘરના ધણીને જ બાલઝબૂલ (શેતાન) કહેવામાં આવે તો પછી ઘરના બીજા સભ્યોને કેવા નામથી સંબોધશે!


પણ સુર્ય ઊગ્યો ત્યારે તે છોડ કરમાઇ ગયો હતો. તે અંતે સુકાઇ ગયો. કારણ કે તેને ઊંડા મૂળિયાં ન હતા.


તે શહેરોમાં પાઉલ અને બાર્નાબાસે ઈસુના શિષ્યોને વધારે બળવાન બનાવ્યા. તેઓએ તેઓને વિશ્વાસમાં રહેવામાં મદદ કરી. પાઉલ અને બાર્નાબાસે કહ્યું, “દેવના રાજ્યમાં આપણે પ્રવેશવા માટે ઘણાં સંકટોનો સામનો કરવો પડે છે.”


Lean sinn:

Sanasan


Sanasan