ગીતોનું ગીત 1:4 - પવિત્ર બાઈબલ4 હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે. ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું. તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે, બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 મારું આકર્ષણ કર; અમે તારી પાછળ દોડીશું; રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે; અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું, દ્રાક્ષારસ કરતાં તારા પ્રેમનાં અમે અધિક વખાણ કરીશું: તેઓ તને ચાહે છે તે વાજબી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 મને તારા સાથમાં દોરી જા. એટલે અમે તારે પગલે દોડયાં આવીશું; તું મારો રાજા બન અને મને તારા શયનખંડમાં દોરી જા. અમે તારામાં મગ્ન થઈશું તથા આનંદ કરીશું; દ્રાક્ષાસવ કરતાં અમે તારા પ્રેમનાં વધારે વખાણ કરીશું. પ્રિયતમા: બધી નવયૌવનાઓ તને પ્રેમ કરે તે ઉચિત છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 મને તારી સાથે લઈ જા, આપણે જતાં રહીએ. રાજા મને પોતાના ઓરડામાં લાવ્યો છે. હું પ્રસન્ન છું; હું તારા માટે આનંદ કરું છું; મને તારા પ્રેમની ઉજવણી કરવા દે; તે દ્રાક્ષારસ કરતાં પણ વધારે સારો છે. બીજી યુવતીઓ તને પ્રેમ કરે તે વાજબી છે. Faic an caibideil |
તો આપણી ચારે બાજુ વિશ્વાસના લોકોનો મોટો સમુદાય વિંટળાયોલો છે. લોકોના મોટા સમુદાયનો વિશ્વાસ શું છે તે તેમનું જીવન આપણને ઉદાહરણ પૂરું પાડે છે. માટે આપણે તેમના જેવા થવું જોઈએ. જેથી જે કોઈ બાબતો આપણને મંદ બનાવે કે પાછા પાડી દે તેનો આપણે ત્યાગ કરીએ. આપણને પાડી નાખનાર પાપથી આપણે અલગ થઈ જઇએ અને દેવે આપણા માટે નક્કી કરેલી દોડમાં ધીરજથી દોડીએ (આગળ વધીએ).