Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતોનું ગીત 1:2 - પવિત્ર બાઈબલ

2 તારા ચુંબનોથી તું મને નવડાવી દે; કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે પોતાના મુખનાં ચુંબનોથી મને ચુંબન દે; કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસ કરતાં ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તારા હોઠોથી મને ચુંબન પર ચુંબન દે; કારણ કે તારી પ્રીત દ્રાક્ષાસવ કરતાં ય ચઢિયાતી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તારા મુખના ચુંબનોથી તું મને ચુંબન કર, કેમ કે તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતોનું ગીત 1:2
20 Iomraidhean Croise  

પછી યાકૂબ રાહેલને ચૂમીને પોક મૂકીને રડ્યો.


ત્યાર બાદ યૂસફે પોતાના બધાં જ ભાઈઓને ચુંબન કર્યા અને તેમને ભેટીને રડ્યો. પછી તેના ભાઈઓએ તેની સાથે વાતચીત કરી.


તેના પુત્રને ચુંબન કરો, જેથી તે રોષે ન ચઢે અને તારો નાશ ન થાય. કારણ કે યહોવા કોઇપણ સમયે તેનો કોપ દેખાડવા તૈયાર છે. જેઓ યહોવા પર ભરોસો રાખે છે તેઓ આશીર્વાદીત છે.


હે યહોવા, તમારી અવિરત કૃપા કેવી અમૂલ્ય છે! તમારી પાંખોની છાયામાં સર્વ માનવીઓ આશ્રય લે છે.


હે મારા પ્રેમી, મને લઇ જા તારી સાથે; ચાલ, ચાલને આપણે ભાગી જઇએ, રાજા મને તેના રાજમહેલમા લાવ્યો છે. ઓહ! અહીં આપણે કેવો આનંદ માણીશું અમે તારા માટે ખૂબ ખુશ થઇશું અને તારી પ્રસંશા કરીશું. તારો પ્રેમ; દ્રાક્ષારસથી પણ વધારે સારો છે, બધી યુવાન સ્ત્રીઓ તને શુભ આશયથી પ્રેમ કરે છે.


ભોજન કરવાને તે મને ઘેર લઇ આવ્યો, અને મારા પર પ્રીતિરૂપી ધ્વજ તેણે ફરકાવ્યો.


મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારો પ્રેમ કેવો મધુર છે! સાચે જ તે દ્રાક્ષારસથીય વધુ મધુર છે, તારા પ્રેમની સુવાસ કોઇ પણ સુગંધિત દ્રવ્યો કરતાં વધારે મધુર છે.


તેનું મુખ અતિ મધુર અને મનોહર છે, હે યરૂશાલેમની યુવતીઓ, આવો છે મારો પ્રીતમ ને મારો મિત્ર.


આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, ને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઇએ; ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.


અહા! મારી પ્રીતમા, તું કેવી સુંદર છે! તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!


તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય! તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય, અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.”


સૈન્યોનો દેવ યહોવા સિયોન પર્વત પર બધા લોકો માટે મિષ્ટાનની અને ઉત્તમ પીણાની ઉજાણી તૈયાર કરશે.


જ્યારે તેઓ જમતા હતા ત્યારે, ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી, ઈસુએ કહ્યું, “આ રોટલી લો અને તે ખાઓ. આ રોટલી મારું શરીર છે.”


પછી તે છોકરો દેશ છોડીને તેના પિતા પાસે ગયો. “જ્યારે તે દીકરો તો ઘણો દૂર હતો એટલામાં, તેના પિતાએ તેને આવતા જોયો. તેના દીકરા માટે પિતા દુ:ખી થયો. તેથી તે તેના તરફ દોડ્યો તે તેને ભેટ્યો અને પુત્રને ચૂમીઓ કરી.


અમે તૂરથી પ્રવાસ ચાલુ રાખ્યો અને તોલિમાઈના શહેરમાં ગયા. અમે ત્યાં ભાઈઓને શુભેચ્છા પાઠવી અને તેઓની સાથે એક દિવસ રહ્યા.


જ્યારે તમે મળો ત્યારે પ્રિતિના ચુંબનથી અકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાં તમ સર્વને શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan