Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 4:11 - પવિત્ર બાઈબલ

11 શહેરની ભાગોળમાં સર્વ લોકો તથા વડીલોએ કહ્યું કે, “અમે સાક્ષી છીએ; યહોવા આ સ્ત્રીને રાહેલ અને લેઆહ જેવી બનાવે, જેણે ઇસ્રાએલનું ઘર બનાવ્યું હતું. તું એફ્રાથાહમાં સુખી થા, અને બેથલેહેમમાં નામાંકિત થા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને દરવાજામાંના સર્વ લોકોએ તથા વડીલોએ કહ્યું, “અમે સાક્ષી છીએ. યહોવા કરો ને જે સ્‍ત્રી તારા ઘરમાં આવે છે તે, રાહેલ તથા લેઆ કે જે બેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું તેઓના જેવી થાય. તું એફ્રાથામાં સુખી થા, ને બેથલેહેમમાં નામાંકિત થા;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 લોકોએ કહ્યું, “હા, અમે સાક્ષી છીએ.” વળી, આગેવાનોએ કહ્યું, “પ્રભુ એવું કરે કે તારા ઘરમાં આવનાર સ્ત્રી રાહેલ અને લેઆહના જેવી ફળવંત થાય. તું એફ્રાથી ગોત્રમાં સમૃદ્ધ અને બેથલેહેમમાં નામાંક્તિ થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દરવાજા આગળ જે લોકો તથા વડીલો હતા તેઓ બધાએ કહ્યું, “અમે સાક્ષીઓ છીએ. ઈશ્વર એવું કરે કે જે સ્ત્રી તારા ઘરમાં આવી છે તે, રાહેલ તથા લેઆ એ બન્નેએ ઇઝરાયલનું ઘર બાંધ્યું, તેઓના જેવી થાય. તું એફ્રાથામાં આબાદ અને બેથલેહેમમાં માનપાત્ર થા.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 4:11
24 Iomraidhean Croise  

એફ્રોન તે લોકોની વચમાં જ બેઠેલો હતો. એફ્રોને ઇબ્રાહિમને ઉત્તર આપ્યો,


જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે, “અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”


લાબાનને બે પુત્રીઓ હતી. મોટીનું નામ “લેઆહ” અને નાનીનું નામ રાહેલ હતું.


સવારે યાકૂબે જોયુ કે, તે લેઆહ સાથે સૂતો હતો. યાકૂબે લાબાનને કહ્યું, “તેં માંરી સાથે છળ કર્યુ છે, હું રાહેલ સાથે લગ્ન કરી શકું તે માંટે મેં તમાંરે ત્યાં કેવો સખત પરિશ્રમ કર્યો છે! તમે મને શા માંટે છેતર્યો?”


લેઆહે એક પુત્રને જન્મ આપ્યો, તેણે તેનું નામ રૂબેન રાખ્યું. તેણે કહ્યું, “યહોવાએ માંરાં દુ:ખો સામે જોયું છે. માંરા પતિ મને પ્રેમ કરતાં નથી. તેથી કદાચ એવું બને કે, માંરા પતિ મને પ્રેમ કરે.”


લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.


તેની પત્ની રાહેલના બે પુત્રો હતા: યૂસફ અને બિન્યામીન.


પછી આહાબને નામે પત્રો ઈઝેબેલે લખ્યા, તે પર મહોર છાપીને બંધ કર્યા અને નાબોથ રહેતો હતો તે યિઝયેલ નગરના વડીલો અને આગેવાનોને એ પત્રો તેણે મોકલી આપ્યા.


સાલ્મા, જે બેથલેહેમનો પિતા હતો, અને હારેફ, બેથગાદેરનો પિતા હતો.


દેવ, અમે તેના વિષે એફાથાહમાં સાંભળ્યું, અમને તે કરારકોશ કિર્યાથ યેરામ ના જંગલના ખેતરોમાં મળ્યો.


દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરે છે.


તેનો પતિ નગર દરવાજે આદર પામે છે અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તેની ઊઠબેસ છે.


મેં વેચાણખત કરી તેના પર સહીસિક્કા અને સાક્ષી કરાવી અને કાંટા પર કિંમત ચૂકવી દીધી.


હે બેથલેહેમ એફ્રાથાહ, તું યહૂદિયાનું સૌથી નાનકડું ગામડું છે, પણ મને લાગે છે કે, “ઇસ્રાએલનો શાસક તારામાંથી આવશે, જેના વંશના મૂળ ખૂબ પ્રાચીન કાળમાં છે.”


‘ઓ યદૂદિયા દેશના બેથલેહેમ, યહૂદિયાના નગરોથી કોઈપણ રીતે તું ઉત્તરતી કક્ષાનું નથી. તારામાંથી એક રાજા પેદા થશે તે રાજા મારી ઈસ્રાએલની પ્રજાને દોરવણી આપશે.’”


પરંતુ જો તે પોતાના મૃત ભાઈની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છતો ના હોય તો તે સ્ત્રીએ ચોરામાં નગરના આગેવાનો સમક્ષ જઈને કહેવું કે, ‘માંરો દિયર તેના ભાઈના કુળનું નામ ઇસ્રાએલમાં જીવંત રાખવા માંગતો નથી, વળી તે માંરા પ્રત્યેની પતિ તરીકેની જવાબદારી લેવા ઇચ્છતો નથી.’


તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’


તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan