Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 3:1 - પવિત્ર બાઈબલ

1 એક દિવસ રૂથની સાસુ નાઓમીએ રૂથને કહ્યું, “માંરી દીકરી, હવે હું તારા માંટે પતિ શોધી કાઢું, અને તને આનંદથી ફરી પરણાવું એ માંટે આ યોગ્ય સમય છે ખરું ને?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી પુત્રી, તારું ભલું થાય માટે હું તારે માટે કોઈ સારું ઘર ન શોધું શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એક દિવસે નાઓમીએ રૂથને કહ્યું, “મારી દીકરી, તારું ઘર બંધાય અને તારું ભલું થાય તે માટે હું તારે સારુ એક પતિ શોધી કાઢું એ ઇચ્છવાજોગ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી દીકરી, તારા આશ્રય માટે મારે શું કોઈ ઘર શોધવું નહિ કે જેથી તારુ ભલું થાય?

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 3:1
10 Iomraidhean Croise  

પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે.


તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.


જો કોઈ માણસ એમ વિચારે કે તે તેની કુંવારી પુત્રી કે જેણે લગ્ન કરવા માટેનો ઉત્તમ સમય લગભગ પસાર કરી દીધો છે, તેની તરફનો તેનો વ્યવહાર યોગ્ય નથી તો તે વિચાર કરી શકે કે લગ્ન આવશ્યક છે. તે જે ઈચ્છે તેવું તેણે કરવું જોઈએ. તેણે તેઓને પરણવા દેવા જોઈએ. તે પાપ નથી.


આજે હું તમને જે કાનૂનો અને નિયમો આપું છું તેનું તમે પાલન કરજો, જેથી તમાંરું અને તમાંરાં સંતાનોનું ભલું થાય અને તમાંરા યહોવા દેવ જે ભૂમિ તમને આપે છે તેમાં તમે દીર્ધકાળ વસો અને દીર્ધાયુ ભોગવો.”


તેથી હુ ઈચ્છુ છું કે જુવાન વિધવાઓ ફરીથી લગ્ન કરે, બાળકોને જન્મ આપે, અને પોતાનાં ઘરોની સંભાળ લે. જો તેઓ આમ કરશે, તો તેઓની ટીકા કરવા દુશ્મનો પાસે કોઈ યોગ્ય કારણ નહિ હોય.


વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.


હું પ્રાર્થના કરું છું કે યહોવા તમને વર મેળવવા અને તેની સાથે સુખી જીવન ગાળવા માંટે મદદ કરે.” પછી તેણીએ પુત્રવધુઓને ચુંબન કર્યું, અને તેઓ રડવા લાગી.


આમ જવની અને ત્યારબાદ ઘઉંનીં પણ લણણી પૂરી થઈ ત્યાં સુધી રૂથે બોઆઝના માંણસો સાથે વીણ્યા કર્યું અને પોતાની સાસુ સાથે જ રહેવાનું પણ ચાલુ રાખ્યું.


તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે


Lean sinn:

Sanasan


Sanasan