Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 2:8 - પવિત્ર બાઈબલ

8 બોઆઝે રૂથને કહ્યું, “માંરી દીકરી, મને સાંભળ. બીજી કોઇ વ્યકિતના ખેતરમાં જતી નહિ. તું માંત્ર માંરા ખેતરોમાંજ આવજે અને દાણા વીણતી વખતે માંરી કામદાર બાઇઓને અનુસરવાનું ચાલુ રાખજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું સાંભળતી નથી? બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ, અને અહીંથી પણ જઈશ નહિ, પણ અહીં મારી યુવતીઓની પાસે ને પાસે રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “સાંભળ બહેન, કણસલાં વીણવા આ ખેતર સિવાય બીજે ક્યાંય જઈશ નહિ. અહીં જ રહેજે અને અહીં લણનારી સ્ત્રીઓ સાથે કામ કરજે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારે બોઆઝે રૂથને કહ્યું, “મારી દીકરી, શું તું મને સાંભળે છે? હવે પછી મારું ખેતર મૂકીને બીજા કોઈ ખેતરમાં કણસલાં વીણવા જઈશ નહિ. પણ અહીં જ રહેજે અને મારા ત્યાં કામ કરતી સ્ત્રીઓની સાથે જ રહીને કામ કરજે.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 2:8
11 Iomraidhean Croise  

પણ તેના નોકરોએ તેની પાસે જઈને તેને કહ્યું, “પ્રબોધકે આપને કોઈ મુશ્કેલ કાર્ય કરવા માંટે કહ્યું હોત, તો તમે કર્યુ હોત કે નહિ? તેથી તેની આજ્ઞાને આધીન અવશ્ય થાઓ. જાઓ, સ્નાન કરીને શુદ્વ થાઓ!”


“જયારે તમે ખેતરમાં પાકની કાપણી કરો ત્યારે છેક ખૂણા સુધી લણશો નહિ અને ધઉની કાપણીનો મોડ પણ વીણી લેશો નહિ.


કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.”


ઈસુ તેની તરફ વળ્યો અને તે સ્ત્રીને જોઈ કહ્યું, “દીકરી હિંમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે.” તે જ પળે તે સ્ત્રી સાજી થઈ ગઈ.


ભાઈઓ અને બહેનો, જે વસ્તુ સારી છે અને ધન્યવાદને પાત્ર છે તેના વિષે વિચારવાનું ચાલુ રાખો, જે વસ્તુઓ સત્ય છે, સન્માનીય છે, યથાર્થ અને શુદ્ધ છે, સુંદર અને આદરણીય છે તેનો જ વિચાર કરો.


આજે સવારે એણે મને પૂછયું કે; હું લણનારાઓની સાથે તેમની પાછળ પાછળ ચાસમાં કણસલાં વીણું? આમ, એ છેક પરોઢથી આવી છે અને અત્યાર સુધી વિસામો લીધા વગર ઉભા પગે કામ કરતી રહી છે. ફકત થોડી વાર કેટલીક ઘડી છાયડામાં આરામ કર્યો છે.”


એ લોકો કયા ખેતરમાં લણે છે તે જોજે અને તેઓને અનુસરજે. અને મેં માંરા જુવાન માંણસોને તને હેરાન ન કરવા જણાવ્યું છે. અને જ્યારે તને તરસ લાગે ત્યારે જઇને માંરા યુવાનોના પાણીનાં કુંજામાંથી પાણી પીજે.”


એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.” શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”


યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.” એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.”


Lean sinn:

Sanasan


Sanasan