રૂથ 2:19 - પવિત્ર બાઈબલ19 તેની સાસુએ તેને પૂછયું, “આ બધા દાણા તેં ક્યાંથી ભેગા કર્યા? અને તેં ક્યાં કામ કર્યું? તારું ધ્યાન રાખનાર માંણસને આશીર્વાદ આપજે.” તેણીએ કહ્યું કે, “આજે મેં બોઆઝ નામના એક માંણસના ખેતરમાં કામ કર્યું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજ તેં ક્યાં કણસલાં વીણ્યા? અને તેં ક્યાં કામ કર્યું? જેણે તારા પર કૃપાદષ્ટિ કરી તે આશીર્વાદિત હો.” જેની સાથે પોતે કામ કર્યું હતું તેના વિષે પોતાની સાસુને વિદિત કરતાં તેણે કહ્યું, “જે માણસની સાથે મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 નાઓમીએ તેને પૂછયું, “આજે તું કોના ખેતરમાં વીણવા ગઈ હતી? તારા પ્રત્યે રહેમનજર રાખનાર માણસ પર ઈશ્વરનો આશીર્વાદ ઊતરો.” રૂથે કહ્યું, “મેં બોઆઝ નામે એક માણસના ખેતરમાં કામ કર્યું હતું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ત્યારે તેની સાસુએ તેને કહ્યું, “આજે તેં, ક્યાંથી કણસલાં વીણ્યાં? અને તું ક્યાં કામ કરવા ગઈ હતી? જેણે તારી મદદ કરી તે આશીર્વાદિત હો.” અને જેની સાથે તેણે કામ કર્યું હતું તે ખેતરના માલિક વિષે પોતાની સાસુને તેણે કહ્યું કે, “જેના ખેતરમાં મેં આજે કામ કર્યું તેનું નામ બોઆઝ છે.” Faic an caibideil |