Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રૂથ 1:5 - પવિત્ર બાઈબલ

5 પછી માંહલોન અને કિલ્યોન બંને મૃત્યુ પામ્યા; એટલે નાઓમીને તેના બે પુત્રો અને પતિનો વિયોગ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પછી માહલોન તથા કિલ્યોન બન્‍ને મરણ પામ્યા. એમ નાઓમી ને તેના બે પુત્રો તથા તેનો પતિ [એકલી] મૂકી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 એ અરસામાં માહલોન અને કિલ્યોન પણ મરણ પામ્યા. પતિ અને પુત્રોથી વિયોગી થતાં નાઓમી એકલી જ રહી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી માહલોન તથા કિલ્યોન મૃત્યુ પામ્યા, એટલે એકલી નાઓમી બાકી રહી.

Faic an caibideil Dèan lethbhreac




રૂથ 1:5
9 Iomraidhean Croise  

પછી તું મનમાં વિચાર કરશે, હું તો સંતાન વિહોણી ત્યકતા હતી, આ બધા બાળકો મને થયા શી રીતે? ‘હું તો એકલીઅટૂલી હતી, ત્યારે એમને ઉછેર્યા કોણે? એ આવ્યાં ક્યાંથી?’”


તારા પોતાનાંજ દુષ્કૃત્યોના પરિણામ તું ભોગવશે, તારા પોતાના જ ધર્મથી વિમુખ થવાની સજા તું ભોગવી રહ્યો છે, તારી જાતે જો અને જાણ કે મારાથી, તારા યહોવા દેવથી મોઢું ફેરવી લેવું અને મારો ભય રાખ્યા વગર જીવવું એ કેટલું અનિષ્ટ અને નુકશાનકારક છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.


જ્યારે ઈસુ શહેરની ભાગોળે આવ્યો, તેણે એક મૂએલા માણસને બહાર લઈ જતાં જોયો, એક માતા કે જે વિધવા હતી તેનો એકનો એક દિકરો મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેના પુત્રના મૃતદેહને લઈ જવાતો હતો ત્યારે માતાની સાથે શહેરના ઘણા લોકો હતા.


“‘હું જ એકલો દેવ છું. બીજો કોઇ દેવ નથી, શું તમે નથી જોતા? હું જ માંરું છું, ને હું જ જીવાડું છું, હું જ કરું છું ઘાયલ, ને હું જ કરૂં છું સાજા; તમને મુજ હાથમાંથી કોઇ છોડાવી શકે?


તે વ્યકિતનું નામ અલીમેલેખ હતું. એની પત્નીનું નામ નાઓમી હતું, અને એના પુત્રોનાં નામ માંહલોન અને કિલ્યોન હતાં. તેઓ યહૂદિયામાં આવેલા બેથલેહેમમાંથી મોઆબ દેશમાં આવીને તેઓ ત્યાં રહેવા લાગ્યાં.


આ બંને યુવાનો મોઆબી કન્યાઓ ઓર્પાહ અને રૂથ સાથે પરણ્યા. તેઓ આશરે દસ વરસ ત્યાં રહ્યાં.


નાઓમીએ પોતાની બે પુત્રવધૂઓને લઇને પોતાની માંતૃ ભૂમિમાં ઘેર આવવાનો નિર્ણય કર્યો; કેમકે તેણે સાંભળ્યું હતું કે યહોવા પોતાની પ્રજાને અન્ન આપીને મદદ કરી રહ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan