રોમનોને પત્ર 7:1 - પવિત્ર બાઈબલ1 ભાઈઓ અને બહેનો, તમે મૂસાના નિયમશાસ્ત્રને સમજો છો. તેથી સાચેજ તમે જાણો છો કે કોઈ વ્યક્તિ જ્યાં સુધી જીવિત હોય છે ત્યાં સુધી જ નિયમશાસ્ત્રની સત્તા એના પર ચાલે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 વળી, ભાઈઓ, શું તમે નથી જાણતા (નિયમ [શાસ્ત્ર] જાણનારા પ્રત્યે હું બોલું છું.) કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 ભાઈઓ, તમે નિયમશાસ્ત્રથી પરિચિત છો અને જાણો છો કે માણસ જીવતો હોય ત્યાં સુધી જ તેના પર નિયમ ચાલે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 વળી ભાઈઓ, શું તમે એ નથી જાણતા જેઓ નિયમશાસ્ત્ર જાણે છે તેઓને હું કહું છું કે, મનુષ્ય જીવે ત્યાં સુધી તે નિયમશાસ્ત્રના નિયંત્રણમાં હોય છે? Faic an caibideil |
ભૂતકાળમાં, નિયમશાસ્ત્રે આપણને કેદીઓની જેમ બાંધી રાખ્યા હતા. હવે આપણા જૂના નિયમશાસ્ત્રો નાશ પામ્યા છે. અને તેથી નિયમશાસ્ત્રના બંધનમાંથી આપણને હવે મુક્ત કરવામાં આવ્યા છે. લેખિત નિયમોની જૂની પધ્ધત્તિથી નહિ, પરંતુ હવે નવીન પધ્ધત્તિ પ્રમાણે આપણે દેવની સેવા કરીએ છીએ. પવિત્ર આત્માની સાતે આપણે હવે નવી પધ્ધત્તિ પ્રમાણે દેવની સેવા કરીએ છીએ.