રોમનોને પત્ર 4:9 - પવિત્ર બાઈબલ9 તો શું જે યહૂદિઓએ સુન્નત કરાવી છે તેઓને જ આ આનંદની અનુભૂતિ થાય છે? કે પછી, જેમણે સુન્નત કરાવી નથી એમને પણ એવો આનંદ પ્રાપ્ત થશે? એટલા માટે મેં અગાઉથી કહ્યું છે કે દેવે ઈબ્રાહિમના વિશ્વાસને સ્વીકાર્યો અને તે વિશ્વાસે જ તેને દેવ પ્રાપ્તિ માટે ન્યાયી ઠરાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ત્યારે એ ધન્યવાદ સુન્નતીને જ [આપવામાં આવ્યો] છે કે બેસુન્નતીને પણ? આપણે તો એવું કહીએ છીએ, ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યો હતો.’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 આવી આશિષ શું ફક્ત જેમણે સુન્નત કરાવેલી હોય તેમને જ માટે છે? ના, સુન્નત વગરનાઓ માટે પણ છે. આપણે ધર્મશાસ્ત્રમાંથી ઉલ્લેખ કર્યો કે, “અબ્રાહામે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો, અને એ વિશ્વાસને લીધે ઈશ્વરે તેનો તેમની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 ત્યારે તે આશીર્વાદ સુન્નતીને જ આપવામાં આવ્યો છે, કે બેસુન્નતીને પણ? આપણે એવું તો કહીએ છીએ કે ‘ઇબ્રાહિમનો વિશ્વાસ તેને લેખે ન્યાયીપણાને અર્થે ગણાયો છે.’” Faic an caibideil |
નવા જીવનમાં ગ્રીક અને યહૂદિ લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. જે લોકોની સુન્નત કરવામાં આવી છે, અને જેની સુન્નત કરવામાં નથી આવતી તેવા લોકો વચ્ચે કોઈ ભિન્નતા નથી. અથવા તો તે લોકો કે જે વિદેશીઓ અથવા સિથિયનો છે તેમની વચ્ચે કોઈ ભિન્નતા નથી. સ્વતંત્ર લોકો અને દાસો વચ્ચે પણ કોઈ જ ભિન્નતા નથી. પરંતુ ખ્રિસ્ત તો બધા જ વિશ્વાસીઓમાં વસે છે. અને ખ્રિસ્ત સર્વ તથા સર્વમાં છે.