Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:12 - પવિત્ર બાઈબલ

12 સૌ લોકો દેવથી દૂર ભટકી ગયા છે, અને એ બધાએ પોતાની યોગ્યતા ગુમાવી છે. કોઈ પણ વ્યક્તિ સત્કર્મ આચરતી જણાતી નથી. એક પણ નહિ!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તેઓ બધા ભટકી ગયા છે. તેઓ સર્વ નકામા થયા છે. સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 બધા ઈશ્વર તરફ પીઠ ફેરવીને માર્ગ ભૂલ્યા છે. સારું ક્મ કરનાર કોઈ નથી. ના, એકપણ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેઓ સર્વ ભટકી ગયા છે, તેઓ બધા નકામા થયા છે; સારું કામ કરનાર કોઈ નથી, ના, એક પણ નથી

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:12
22 Iomraidhean Croise  

દેવે પોતાના દ્વારા તૈયાર થયેલી પ્રત્યેક વસ્તુઓ જોઈ અને દેવે જોયું કે, પ્રત્યેક વસ્તુ ઘણી જ સારી છે. સાંજ પડી અને સવાર થઇ, તે છઠ્ઠો દિવસ હતો.


પણ ના! ત્યાં કોઇ નથી. બધાએ સાચો રસ્તો છોડી દીધો છે અને યહોવાથી દૂર થઇ ગયા છે.


માત્ર મૂર્ખ પોતાના મનમાં કહે છે કે, “દેવ છે જ નહિ” તેનું હૃદય દુષ્ટતાથી ભરેલું છે. તેવા માણસો ઘૃણાને પાત્ર અને દુષ્ટ કૃત્યો કરે છે. તેઓમાં કોઇ સારા કૃત્યો કરનાર નથી.


તેઓમાંનાં દરેક માર્ગષ્ટ થયા છે, અને તેઓ સઘળા અશુદ્ધ થયા છે; કોઇ વ્યકિત ન્યાયી જીવન જીવતી નથી. ભલું કરનાર હવે કોઇ રહ્યુ નથી.


મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.’”


સમગ્ર વિશ્વમાં એક પણ માણસ એવો નથી જે હંમેશા સારું જ કરતો હોય અને કદીય તેણે પાપ ના કર્યુ હોય.


“અંતે મને ફકત એટલી જ સત્ય હકીકત જાણવા મળી છે કે, દેવે માનવજાતને પ્રામાણિક અને દયાળુ બનાવી છે, પરંતુ તેઓએ ઘણી યુકિતઓ શોધી કાઢી છે.”


આપણે રસ્તો ભૂલી ગયા છીએ, અને ઘેટાંની જેમ રઝળી ગયા છે. પણ યહોવાએ આપણા બધાનો દોષ તેને માથે નાખ્યો છે.


તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી. તેમના માર્ગમાં કોઇ ન્યાય નથી. તેમના માર્ગો છેતરામણા છે અને એ માર્ગે જનારા કોઇને શાંતિ મળતી નથી.


અમે બધા અપવિત્ર થઇ ગયા છીએ. અમારાં ધર્મકાર્યો સુદ્ધાં મેલા વસ્ત્રો જેવા છે. અમે બધાં પાંદડાની જેમ ચીમળાઇ ગયા છીએ અને અમારાં પાપ પવનની જેમ અમને તાણી જાય છે.


મારા લોકોએ બે પાપ કર્યા છે; તેમણે મારો ત્યાગ કર્યો છે, જે જીવનજળનું ઝરણું છે તેના જળનો ત્યાગ કર્યો છે, અને જેમાં જળ રહી શકતું નથી એવા ભાંગેલા ટાંકા તેઓએ પોતાને માટે બાંધ્યા છે.


તેથી ધણીએ કહ્યું, ‘આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે.’


એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.


“લોકોનું મોં ખુલ્લી કબરો જેવું છે; તેઓની જીભો જૂઠ્ઠું બોલી રહી છે.” “ઝેર ઓકતા સર્પોની જેમ તેઓ કડવી વાણી બોલતા ફરે છે;”


ભૂતકાળમાં આપણી પાપી જાતને પ્રસન્ન કરવાના પ્રયત્નો કરીને તે લોકોની જેમ જ આપણે જીવતા હતા. આપણા શરીર અને મનની બધી જ લાલસા સંતોષવા આપણે બધું જ કરતા હતા. આપણે દુષ્ટ લોકો હતા અને તે માટે આપણે દેવના ક્રોધને યોગ્ય હતા કારણ કે બીજા બધા લોકોના જેવા જ આપણે હતા.


ભૂતકાળમાં તો તે તારાં માટે નકામો જ હતો. પરંતુ તે હવે આપણા બંને માટે ઉપયોગી બન્યો છે.


તમે ખોટા રસ્તે દોરવાઇ ગયેલા ઘેંટા જેવાં હતાં. પરંતુ હવે તમે તમારા જીવોના પાળક અને તમારા આત્માના રક્ષક પાસે પાછા આવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan