Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 3:10 - પવિત્ર બાઈબલ

10 શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “પાપ કર્યુ ના હોય એવી કોઈ વ્યક્તિ નથી, એક પણ નથી! શાસ્ત્રમાં લખ્યાં પ્રમાણે કોઈ ન્યાયી નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જેમ શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે, “કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 શાસ્ત્રમાં લખેલું છે, “ન્યાયી હોય એવો એકેય માણસ નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 જેમ શાસ્ત્રમાં લખેલું છે તેમ કે; ‘કોઈ ન્યાયી નથી, એક પણ નથી;

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 3:10
29 Iomraidhean Croise  

“અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.


“શું માણસ પવિત્ર હોઇ શકે? સ્ત્રીજન્ય માનવી કદી નિર્દોષ હોઇ શકે?


મનુષ્ય તો અધમમાં અધમ છે. મનુષ્ય મલિન અને અપ્રામાણિક છે. પછી માણસનું શું તે જે પાપોને પાણીની જેમ પી જાય છે.


દેવની સમક્ષ ઊભો રહી શકે તેવો શુદ્ધ અને ન્યાયી માણસ કોણ છે?


હે યહોવા, મારી, તમારા સેવકની, ચકાસણી ન કરો, કારણ કે તમારી આગળ કોઇ નિર્દોષ મળશે નહિ.


આપણે જરૂર આપણા શિક્ષણ અને સાક્ષી સમક્ષ જવું જોઇએ. જે લોકો પેલી બીજી વસ્તુઓ કરે છે, તેઓ પરોઢનો પ્રકાશ નહિ જુએ.


“માણસના મન જેવું કઇં કપટી નથી; તે એવું તો કુટિલ છે કે તેને સાચે જ કોઇ જાણી શકતું નથી.


કેમ કે ખરાબ વિચાર, હત્યા, વ્યભિચાર, દુરાચાર, જૂઠ, ચોરી, નિંદા જેવા દરેક ખરાબ વિચાર માણસના હૃદયમાંથી નીકળે છે.


ઈસુએ ઉત્તર આપ્યો, “તું મને ઉત્તમ શા માટે કહે છે? કોઈ વ્યક્તિ ઉત્તમ નથી. ફક્ત દેવ જ ઉત્તમ છે.


શાસ્ત્રોમાં લખ્યું છે તેમ: “દેવે તેઓની પર ભર ઊંઘનો આત્મા રેડયો છે.” “દેવે તેઓની આંખો બંધ કરી દીધી જેથી તેઓ સત્ય જોઈ શકે નહિ, અને દેવે તેઓના કાન પણ બંધ કરી દીધા જેથી કરીને તેઓ સત્ય સાંભળી શકે નહિ. અત્યાર સુધી આ સ્થિતિ ચાલુ જ રહી છે.”


એવું કોઈ નથી જે સમજે. એવું કોઈ નથી જે ખરેખર દેવ સાથે રહેવા ઈચ્છતું હોય.


સઘળાએ પાપ કર્યુ છે તેથી દેવના મહિમા વિષે સઘળા અધૂરા છે.


ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.”


ભૂતકાળમાં તો આપણે પણ મૂર્ખ લોકો હતા. આપણે આજ્ઞાઓનું ઉલ્લંઘન કરતા હતા, આપણે ખોટા હતા, અને આપણાં શરીરની ઈચ્છાને આધીન થઈ આપણે અનેક પ્રકારનો ભોગ વિલાસ ભોગવતા હતા, અને આપણે તે ઈચ્છાઓ અને વિલાસના ગુલામ હતા. આપણે દુષ્ટ કાર્યોવાળું અને ઈર્ષ્યાળુ જીવન જીવતા હતા. લોકો આપણને ધિક્કારતા હતા અને આપણે એકબીજાને ધિક્કારતા હતા.


પવિત્ર શાસ્ત્રમાં લખેલું છે કે, “તમે પવિત્ર થાઓ, કારણ કે હું પવિત્ર છું.”


પણ તે લોકો જે કાયર છે, જેઓ માનવાની ના પાડે છે, જે ભયંકર કામો કરે છે. જે હત્યા કરે છે, જે વ્યભિચારનાં પાપો કરે છે, જે દુષ્ટ જાદુ કરે છે, જે મૂર્તિ પૂજા કરે છે, અને જે જૂઠું બોલે છે, તે બધા લોકોને સળગતાં ગંધકની ખાઈમાં જગ્યા મળશે. આ જ બીજું મરણ છે.”


શહેરની બહારની બાજુ કૂતરાંઓ (દુષ્ટ લોકો) છે, તે લોકો અશુદ્ધ જાદુ કરે છે, વ્યભિચારના પાપો કરે છે. બીજા લોકોનાં ખૂન કરે છે, મૂર્તિઓની પૂજા કરે છે, અને અસત્યને ચાહે છે અને જૂઠું બોલે છે.


Lean sinn:

Sanasan


Sanasan