રોમનોને પત્ર 2:4 - પવિત્ર બાઈબલ4 દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 અથવા ઈશ્વરના માયાળુપણાનો, સહનશીલતાનો અને ધીરજનો શું તું અવળો અર્થ કરે છે? તને એટલું ભાન નથી કે તું પસ્તાવો કરવા તૈયાર થાય એટલા જ માટે ઈશ્વર દયા રાખે છે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 અથવા ઈશ્વરની દયા તને પસ્તાવા તરફ પ્રેરે છે એવી અજ્ઞાનતામાં શું તેમની દયાની, સહનશીલતાની અને ધીરજની સંપત્તિને તુચ્છ ગણે છે? Faic an caibideil |
તેઓ વિશ્વાસમાં સમૃદ્ધ અને શક્તિશાળી બને જે સમજશક્તિ દ્વારા આવે છે અને પ્રેમ વડે એકબીજા સાથે જોડાય તેમ હું ઈચ્છુ છું. સમજશક્તિ દ્વારા જે દ્રઢ વિશ્વાસ ઉદભવે છે, તેમાં તેઓ સમૃદ્ધ બને તેમ હું ઈચ્છુ છું. દેવે જેને જાહેર કર્યુ છે તે મર્મથી તેઓ સંપૂર્ણપણે વાકેફ થાય તેમ હું ઈચ્છુ છું. તે સત્ય સ્વયં ખ્રિસ્ત જ છે.