Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




રોમનોને પત્ર 11:1 - પવિત્ર બાઈબલ

1 તેથી હું પૂછું છું, “શું દેવે પોતાના માણસોને તરછોડી દીઘા?” ના! હું પોતે ઈસ્રાએલનો (યહૂદિ) છું. હું ઈબ્રાહિમના વંશનો અને બિન્યામીનના કુળનો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેથી હું પૂછું છું, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધા છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમના વંશનો, અને બિન્યામીનના કુળનો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 તો હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકને તજી દીધા છે? બેશક નહિ. હું પોતે ઇઝરાયલી છું, અબ્રાહામનો વંશજ છું, બિન્યામીનના કુળનો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેથી હું પૂછું છું કે, શું ઈશ્વરે પોતાના લોકોને તજી દીધાં છે? ના, એવું ન થાઓ. કેમ કે હું પણ ઇઝરાયલી, ઇબ્રાહિમનાં વંશનો અને બિન્યામીનના કુળનો છું.

Faic an caibideil Dèan lethbhreac




રોમનોને પત્ર 11:1
17 Iomraidhean Croise  

યહોવાએ જાહેર કર્યુ કે, “હું યહૂદીઓને પણ ઇસ્રાએલીઓની જેમ મારા સાન્નિધ્યથી દૂર હડસેલી મુકીશ. મેં પસંદ કરેલા આ નગર યરૂશાલેમને તેમજ યહોવાના જે મંદિરને વિષે મેં એમ કહ્યું હતું કે, ‘ત્યાં મારું નામ કાયમ રહેશે.’ તેને પણ હું દૂર કરીશ.”


“શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?


યહોવા, પોતાના લોકોને તરછોડશે નહિ; અને પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.


મારા દેવ ઇસ્રાએલના માણસોને ફગાવી દેશે, કારણ કે, તેમણે તેમની વાત કાને ધરી નથી, અને તેઓ તેમને આધીન પણ થયાં નથી. તેથી તેઓ વિદેશી પ્રજાઓ વચ્ચે ભટકનારા ઘર વિનાના યહૂદીઓ થશે.


તે આવીને પેલા ખેડૂતોને મારી નાખશે! પછી કે બીજા કેટલાએક ખેડૂતોને ખેતર આપશે.” લોકોએ આ વાર્તા સાંભળી. તેઓએ કહ્યું કે, “ના! આવું કદી ન થાઓ!”


“હું એક યહૂદિ છું. મારો જન્મ કિલીકિયા પ્રદેશના તાર્સસમાં થયો હતો. હું આ શહેરમાં ઊછરેલો. હું ગમાલ્યેલના શિષ્ય હતો. તેણે કાળજીપૂર્વક મને આપણા પૂર્વજોના નિયમો વિષે બધું જ શીખવ્યું. તમે બધા અહીં આજે જે કરો છો તેમ હું દેવની સેવા કરવા વિષે ઘણો ગંભીર હતો.


“બધાજ યહૂદિઓ મારા આખા જીવન વિષે જાણે છે. શરુંઆતથી મારા પોતાના દેશમાં અને પાછળથી યરૂશાલેમમાં હું જે રીતે જીવતો હતો તે તેઓ જાણે છે.


તેથી હું પૂછી રહ્યો છું: યહૂદિઓની પડતીના કારણે શું તેઓ તેમનો વિનાશ લાવ્યા? ના! એમની ભૂલો જ બિનયહૂદિ લોકો માટે મુક્તિ લાવી. અને યહૂદિઓમાં ઈર્ષા ઉત્પન્ન થાય માટે આમ બન્યું.


ના! જગતના બધા જ લોકો ભલે જૂઠા સાબિત થાય. તો પણ દેવ તો સાચો જ ઠરે. શાસ્ત્રોમાં કહ્યું છે તેમ: “તારા વચનો સત્ય સાબિત થશે, અને તારા ન્યાયમાં તું હંમેશા વિજયવંત થઈશ.”


તેઓ મારા ભાઈઓ અને બહેનો છે, મારું દુન્યવી કુટુંબ છે. એમને મદદ કરવાનું મને મન થાય છે. દેવનો અભિશાપ જો મારા પર કે મારાં સગાંઓ પર આવે તો તેનો પણ સ્વીકાર કરીને હું યહૂદિઓને મદદ કરવા તૈયાર છું.


શું પેલા લોકો યહૂદિ છે? હું પણ છું. શું તેઓ ઈસ્રાએલી છે? હું પણ છું. શું તેઓ ઈબ્રાહિમના કુટુંબના છે? હું પણ છું.


હું આઠ દિવસનો હતો, ત્યારે મારી સુન્નત થયેલી, હું ઈસ્રાયેલી છું અને બિન્યામીનના ફુળનો છું. હું હિબ્રૂઓનો હિબ્રૂ છું અને મારા માતાપિતા હિબ્રૂ હતા, મૂસાનું નિયમશાસ્ત્ર મારે માટે ઘણું જ મહત્વનું હતું અને તેથી જ હું ફરોશી બન્યો હતો.


“પોતાના મોટા નામની ખાતર યહોવા તમાંરો ત્યાગ નહિ કરે, કારણ, તેણે તમને પોતાની પ્રજા બનાવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan