Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




સંદર્શન 12:2 - પવિત્ર બાઈબલ

2 તે સ્ત્રી ગર્ભવતી હતી. તેણે પીડા સાથે બૂમ પાડી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તે ગર્ભવતી હતી; તેને પ્રસવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેને થોડા સમયમાં જ પ્રસૂતિ થવાની હતી, અને પ્રસૂતિની પીડાને લીધે તે બૂમો પાડતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તે ગર્ભવતી હતી. તેણે પ્રસવપીડા સાથે બૂમ પાડી હતી. તે જન્મ આપવાની તૈયારીમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




સંદર્શન 12:2
12 Iomraidhean Croise  

હે યહોવા, કોઇ ગર્ભવતી સ્ત્રીનો પ્રસવકાળ આવ્યો હોય, ત્યારે પ્રસુતિની વેદનામાં ચીસો પાડે છે; તેવી પીડા તમારી સંમુખ અમને થતી હતી.


તેની બધી વેદનાઓને અંતે તે પ્રકાશ જોવા પામશે અને પરમ તૃપ્તિ અનુભવશે. પ્રભુ કહે છે, “આમ મારો નિર્દોષ સેવક અનેકોને નીતિમાન બનાવશે, અને તેમની સજા પોતાને માથે લઇ લેશે.


“હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી, તું મુકત કંઠે ગીત ગા, આનંદના પોકાર કર; “કારણ, યહોવાના આશીર્વચન છે કે, સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.”


સાંભળો, નગરમાં આ સર્વ કોલાહલ ઊઠે છે, મંદિરમાંથી અવાજ સંભળાય છે! એ પોતાના દુશ્મનો પર વૈર વાળતા યહોવાનો અવાજ છે.


હવે તું શા માટે મોટેથી બૂમો પાડે છે? તારે ત્યાં રાજા નથી? તારા સલાહકારો નાશ પામ્યા છે કે, તું આમ પ્રસુતાની જેમ પીડાય છે, હે યરૂશાલેમ?


તેથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે, પણ ગર્ભવતીને પુત્ર અવતરશે ત્યાં સુધી જ. ત્યારબાદ તો એ પુત્રના જાતભાઇઓમાંથી બચવા પામેલાઓ દેશવટેથી પાછા આવી બીજા ઇસ્રાએલીઓની સાથે ભેગા થશે.


પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.


“જ્યારે કોઈ સ્ત્રી બાળકને જન્મ આપે છે ત્યારે, તેને પીડા થાય છે કારણ કે તેનો સમય આવ્યો છે. પણ જ્યારે તેના બાળકનો જન્મ થાય છે, તે પીડા ભૂલી જાય છે. તે ભૂલી જાય છે કારણ કે બાળકનો જન્મ આ જગતમાં થયો હોવાથી તે ઘણી પ્રસન્ન હોય છે.


મારા નાનાં બાળકો, ફરીથી મને તમારા માટે પીડા થાય છે જે રીતે માતાને બાળકને જન્મ આપતી વખતે થાય તે રીતે. મને આવી લાગણી થશે જ્યાં સુધી તમે ખ્રિસ્ત જેવાં નહિ બનો.


પવિત્ર શાસ્ત્રમાં લખ્યું છે: “સ્ત્રી કે જે બાળકોને જન્મ નથી આપી શક્તી, તે તું આનંદ કર. તેં કદી જન્મ આપ્યો નથી. આનંદથી પોકાર અને હર્ષનાદ કર! પ્રસુતિની પીડાનો તેં કદી અનુભવ કર્યો નથી. સ્ત્રી જે એકલી મુકાયેલી છે તેને વધુ બાળકો હશે જે સ્ત્રીને પતિ છે તેના કરતાં પણ વધારે.”


તે અજગરના પૂંછડાએ આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને પૃથ્વી પર નીચે ફેંકયો. તે અજગર તે સ્ત્રીની સામે આવ્યો અને ઊભો રહ્યો જે બાળકને જન્મ આપવાની તૈયારીમાં હતી. તે અજગરની ઈચ્છા જ્યારે તે સ્ત્રીનું બાળક જન્મે ત્યારે તેને ખાઇ જવાની હતી.


Lean sinn:

Sanasan


Sanasan