સંદર્શન 12:11 - પવિત્ર બાઈબલ11 અમારા ભાઈઓએ તેને હલવાનના રક્તથી અને સાક્ષીઓના વચનથી હરાવ્યો છે. તેઓ પોતાના જીવનને વધારે વહાલું ગણતા નહિ. તેઓ મૃત્યુથી ડરતા નહોતા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 હલવાનના રક્તના પ્રતાપે અને પોતે પૂરેલી સાક્ષી દ્વારા આપણા ભાઈઓએ તેની પર વિજય પ્રાપ્ત કર્યો હતો. તેને માટે તેમણે પોતાના પ્રાણની પણ પરવા કરી નહિ, બલ્કે મરણને ભેટવા તૈયાર થયા હતા! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે અને છેક મરતાં સુધી તેઓએ પોતાનો જીવ વહાલો ગણ્યો નહિ. Faic an caibideil |
“પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ! “પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને હું ગુપ્ત રાખેલ માન્ના આપીશ. વળી હું તને શ્વેત પથ્થર આપીશ. આ પથ્થર પર એક નવું નામ લખેલું છે, જે નવા નામને કોઈ વ્યક્તિ જાણતી નથી. ફક્ત જે વ્યક્તિ તે પથ્થર પ્રાપ્ત કરશે તે જ તે નવું નામ જાણશે.
પછી મેં કેટલાંક રાજ્યાસનો અને લોકોને તેઓના પર બેઠેલા જોયા. આ તે લોકો હતા, જેઓને ન્યાય કરવાનો અધિકાર અપાયો હતો અને મેં એ લોકોના આત્માઓ જોયા. જેઓનો શિરચ્છેદ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ ઈસુના સત્યને અને દેવ તરફથી આવેલ સંદેશને વફાદાર હતા. એ લોકો તે પ્રાણીને કે તેની મૂર્તિને પૂજતા ન હતા. તેઓનાં કપાળ પર કે તેઓનાં હાથો પર પ્રાણીની છાપ ન હતી. તે લોકો ફરીથી સજીવન થયા અને ખ્રિસ્ત સાથે તેઓએ 1,000 વર્ષ રાજ્ય કર્યું.
જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ.