Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 102:4 - પવિત્ર બાઈબલ

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે; તે એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભુલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મારું હ્રદય તો ઘાસના જેવું કપાએલું તથા ચીમળાયેલું છે, એટલે સુધી કે હું રોટલી ખાવાનું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મારું હૃદય તો ઘાસના જેવું કપાયેલું અને ચીમળાયેલું છે. એટલે સુધી કે રોટલી ખાવાનું પણ હું ભૂલી જાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 102:4
21 Iomraidhean Croise  

તેના દરબારીઓએ તેને ભોંય ઉપરથી બેઠો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ઊઠયો નહિ; અને તેમની સાથે તેણે ભોજન પણ લીધું નહિ.


ત્યારબાદ એઝરાએ મંદિર સામેની તેની જગ્યા છોડી અને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. અને દેશવટેથી પાછા ફરેલા ઇસ્રાએલીઓએ દીધેલા છેહથી શોકમાંને શોકમાં અન્નજળ લીધા વગર તેણે ત્યાં જ રાત ગાળી.


“હું જીવનથી કંટાળી ગયો છું. હું મુકત રીતે ફરિયાદ કરીશ. હું દુ:ખ અને કડવાશથી બોલીશ.


મારી ચામડી કાળી પડી ગઇ છે, અને ખરી પડી છે. મારું શરીર તાવથી તપી ગયું છે.


પછી તે માણસ ખાઇ શકતો નથી. તે માણસને એટલી બધી પીડા થાય છે કે તેને સ્વાદિષ્ટ ભોજનનો પણ અણગમો થાય છે.


સર્વસમર્થ દેવે મને તેના બાણથી ભરી દીધો છે. તેમના વિષમય બાણથી મારો આત્મા વીંધાઇ ગયો છે. દેવના ભયાનક શસ્રો મારી સામે મૂકાયા છે.


મારા દિવસો નમતી છાયા જેવા છે; ઘાસની જેમ હું કરમાઇ ગયો છું.


રોટલીને બદલે હું રાખ ખાઉં છું; મારા આંસુ વહીને મારા પ્યાલામાં પડે છે.


કારણ તેઓ તો ઘાસ અને લીલા છોડવા જેવાં છે જે ચીમળાઇને મરી જશે.


હે મારા દેવ, મારો આત્મા નિરાશ થયો છે. તેથી હું તમારી કૃપાનું મિઝાર પર્વત પરથી જયાં હેમોર્ન પર્વત અને યર્દન નદી મળે છે ત્યાંથી હું સ્મરણ કરું છું.


નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે, અને હું લાંબુ જીવવા માટે ખૂબ દુર્બળ બની ગયો છું. દિલાસો અને આરામ બતાવનારની રાહ જોઇ પરંતુ મને કોઇ પણ મળ્યું નહિ.


હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું. મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.


દેવના શ્વાસથી ઘાસ ચીમળાઇ જાય છે અને ફૂલો કરમાઇ જાય છે; નાશવંત માનવી પણ તેના જેવો જ છે.


તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.


નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.


ત્રણ દિવસ સુધી શાઉલ કંઈ જોઈ શક્યો નહિ. તે ખાઈ કે પી શક્યો પણ નહિ.


Lean sinn:

Sanasan


Sanasan