Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 101:6 - પવિત્ર બાઈબલ

6 હું આખા દેશમાં ભરોસાપાત્ર લોકોની ખોજ કરીશ અને તેઓને મારા મહેલમાં રહેવા દઇશ, ફકત જેઓ સંપૂર્ણ પ્રામાણિક છે તેઓ મારી સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર [રહેમ] નજર રાખીશ; સીધા માર્ગમાં ચાલનાર મારી સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન રહેનાર પર હું મારી કૃપાદષ્ટિ રાખીશ અને તેમને મારા મહેલમાં વસવા દઈશ. સીધે માર્ગે ચાલનાર માણસો જ મારા રાજકારભારમાં ભાગ લઈ શકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દેશમાંના વિશ્વાસુઓ મારી પાસે વાસો કરે તે માટે હું તેઓ પર રહેમ નજર રાખીશ. જે કોઈ સીધા માર્ગમાં ચાલે છે તે મારી સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 101:6
16 Iomraidhean Croise  

જે કોઇ તમારો ભય રાખે છે, તમારામાં વિશ્વાસ કે છે, અને તમારા શાસનોનું પાલન કરે છે તે મારા મિત્રો છે.


તેની દ્રૃષ્ટિમાં પાપી માણસ વખોડવાને પાત્ર છે. જેઓ યહોવાનો ભય અને આદર રાખે છે તેને તે માન આપે છે. તેને નુકશાન સહન કરવું પડે તો પણ પોતાના વચન કયારેય તોડતો નથી.


યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે.


દુર્જનો સત્તા પર આવે ત્યારે લોકો સંતાઇ જાય છે. જ્યારે તેઓની પડતી આવે છે ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.


જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ દુર્જનના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.


જે જગ્યા ખાલી પડી હોય ત્યાં બીજા પથ્થરો લાવીને ગોઠવવા અને ચૂનાનો કોલ પણ નવો જ વાપરવો તથા ઘરને નવેસરથી પ્લાસ્ટર કરાવવું.


“ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે?


જે વ્યક્તિ મારી સેવા કરે છે તેણે મને અનુસરવું જોઈએ. પછી મારો સેવક હું જ્યાં જ્યાં હોઈશ ત્યાં તે પણ મારી સાથે હશે. મારા પિતા જે લોકો મારી સેવા કરે છે તેઓને સન્માન આપશે.


ત્યાં જઈને તમારા માટે જગ્યાની તૈયારી કર્યા બાદ, હું પાછો આવીશ. પછી હું તમને મારી સાથે લઈ જઈશ. તેથી કરીને હું જ્યાં હોઈશ ત્યાં તમે પણ હશો.


“પિતા, હું ઈચ્છું છું કે હું જે દરેક જગ્યાએ છું ત્યાં તેં મને જેઓને આપ્યાં છે તેઓ મારી સાથે રહે. હું ઈચ્છું છું કે તેઓ મારો મહિમા જુએ. આ મહિમા તેં મને આપેલો છે. કારણ કે જગતની ઉત્પત્તિ થતાં પહેલા તેં મને પ્રેમ કર્યો છે.


મેં એક મોટી વાણી રાજ્યાસનમાંથી સાંભળી, તે વાણીએ કહ્યું કે: “હવે દેવનું ઘર લોકો સાથે છે. તે તેઓની સાથે રહેશે. તેઓ તેના લોકો થશે. દેવ પોતે તેઓની સાથે રહેશે, તે તેઓનો દેવ થશે.


Lean sinn:

Sanasan


Sanasan