Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:24 - પવિત્ર બાઈબલ

24 ‘યહોવા તમને આશીર્વાદ આપો અને તમાંરું રક્ષણ કરો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ‘પ્રભુ તમને આશિષ આપો, અને તમારી સંભાળ રાખો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 યહોવાહ તને આશીર્વાદ આપો અને તારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:24
22 Iomraidhean Croise  

“હું તમાંરી સાથે છું અને હું તમાંરું રક્ષણ કરીશ. તમે જયાં જશો ત્યાંથી હું તમને પાછો આ ભૂમિ પર લઈ આવીશ. મેં તને જે કરવાનું વચન આપ્યું છે તે જયાં સુધી પૂરું નહિ કરી લઉં ત્યાં સુધી હું તારો સાથ છોડવાનો નથી.”


કૃપા કરીને તમાંરા સેવકના કુળને તમાંરી સમક્ષ સદા રહેવા માંટે આશીર્વાદ આપો, કારણકે તમે માંરા દેવે આમ કહ્યું હતું, તમે માંરા કુળને યુગો પર્યંત કાયમ રહે એવા આશીર્વાદ આપ્યા છે.”


સિયોનમાંથી યહોવા, જેણે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે તમને આશીર્વાદ આપો!


તમારી આંખની કીકી સમજીને તમે મારી રક્ષા કરો. અને તમારી પાંખોની છાયા નીચે મને સંતાડી દો.


હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.


કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.


“હું યહોવા મારી દ્રાક્ષાવાડીની ચોકી કરું છું, હું વારંવાર એને પાણી પાઉં છું. રખેને કોઇ એને ઇજા પહોંચાડે માટે રાતદિવસ હું એની ચોકી કરું છું.


“હું યહોવા છું, તારો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ અને મદદ કરીશ, કારણ કે મારા લોકોની સાથે કરેલા મારા કરારને અંગત સમર્થન આપવા મેં તને તેઓ પાસે મોકલ્યો છે. લોકોને મારી તરફ દોરી લાવનાર પ્રકાશ પણ તું જ થશે.


“માટે હવે હે અમારા યહોવા, તમારા સેવકની આજીજી સાંભળો, તેમની વિનવણી ઉપર ધ્યાન આપો અને તમારા પોતાને માટે વિલંબ ન કરો. હે યહોવા, તમારા ખંઢેર બનેલા મંદિર ઉપર તમારી કૃપાદ્રષ્ટિ કરો.


“હવે હું તારી પાસે આવું છું. હવે હું આ જગતમાં રહીશ નહિ. પણ આ માણસો હજુ પણ આ દુનિયામાં છે. પવિત્ર પિતા તેઓને સલામત રાખે છે. તારા નામના અધિકારથી સલામત રાખે છે (જે નામ તેં મને આપેલું છે.), તેથી તેઓ એક થશે, જેમ તું અને હું એક છીએ.


તમારા આત્મા થકી તમે દેવનો મહિમા ભલે ગાતા હો, પરંતુ એક વ્યક્તિ સમજ્યા વગર તમારી આભારસ્તુતિની પ્રાર્થનાને “આમીન” નહિ કહી શકે. શા માટે? કારણ કે તે સમજતો નથી કે તમે શું કહી રહ્યા છો.


તમે બધા કે જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર નિષ્કપટ પ્રીતિ રાખો છો તેઓ પર દેવની કૃપા થાઓ. આમીન.


પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા (દયા) તમારી સાથે રહો. આમીન.


પ્રભુની શાંતિ ઈસુ ખ્રિસ્તમાં તમારા હૃદય અને મનનું રક્ષણ કરશે. તે શાંતિ એટલી મહાન છે કે જેને પ્રભુએ આપેલી છે જે આપણે સમજી શકીએ તેમ નથી.


અમે પ્રાર્થીએ છીએ કે દેવ પોતે જ, શાંતિદાતા તમને પૂરા પવિત્ર કરો; અને તેને જ પૂર્ણ આધિન બનાવે. અમે પ્રાર્થીએ છીએ કે તમારી સંપૂર્ણ જાત-આત્મા, પ્રાણ અને શરીર-સુરક્ષિત અને નિર્દોષ બની રહે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય.


તમારા વિશ્વાસ થકી દેવનું સાર્મથ્ય તમારું રક્ષણ કરે છે, અને તમારું તારણ થાય ત્યાં સુધી તે તમને સલામત રાખે છે.


તમને ઠોકર ખાતાં બચાવીને ભરપૂર આનંદથી ગૌરવ સહિત પોતાના મહિમાવંત સાન્નિધ્યમાં નિર્દોષ રજુ કરવા તે (દેવ) સમર્થ છે.


તે ખેતરમાં કામ કરતી હતી ત્યારે બોઆઝ બેથલેહેમથી આવ્યો લણનારાઓને આવકાર આપ્યો અને કહ્યું કે, “યહોવા તમાંરી સાથે હોજો.” લણનારાઓએ તેમને પ્રત્યુ્ત્તર આપ્યો કે, “યહોવા તમને આશીર્વાદ દો.”


યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.


Lean sinn:

Sanasan


Sanasan