ગણના 6:20 - પવિત્ર બાઈબલ20 ત્યારવાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાની સમક્ષ ઝુલાવે. એ અર્પણો યાજકને માંટેનો પવિત્ર ભાગ ગણાય છે. એની ઉપરાંત, ઘેટાની છાતીનો ભાગ અને જાંધ દેવને ઘરવા, આ અર્પણો પણ યાજકના ગણાય, હવે તે વ્યક્તિ નાજીરી વ્રતમાંથી મુક્ત થઈને ફરી દ્રાક્ષારસ પી શકે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યાજક યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. આ, તેમ જ આરત્યાર્પણનો છાતીનો ભાગ તથા ઉચ્છાલીયાર્પણનું બાવડું યાજકને માટે શુદ્ધ છે. અને ત્યાર પછી નાજીરીને દ્રાક્ષારસ પીવાની છૂટ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 ત્યાર પછી યજ્ઞકારે એ વસ્તુઓનું પ્રભુની આગળ આરતી ઉતારીને આરતીઅર્પણ કરવું. આ વસ્તુઓ પવિત્ર અર્પણમાં યજ્ઞકારનો હિસ્સો છે. તે ઉપરાંત આરતીઅર્પણનો છાતીનો ભાગ અને વિશિષ્ટ હિસ્સાના અર્પણના પગનો ભાગ પણ યજ્ઞકારનો ગણાય. આ વિધિ પૂરો થયા પછી નાઝીરીને ફરીથી દ્રાક્ષાસવ પીવાની છૂટ છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્યારબાદ યાજક અર્પણ તરીકે એ વસ્તુઓ યહોવાહની સમક્ષ અર્પણ કરે. આ પવિત્ર ખોરાક યાજકો માટે નક્કી કરેલ છે, તદઉપરાંત, છાતીનો ભાગ અને જાંધ પણ યાજકના ગણાય, હવે તે નાઝીરીએ દ્રાક્ષારસ પીવાની છૂટ છે. Faic an caibideil |