Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 6:2 - પવિત્ર બાઈબલ

2 “તું ઇસ્રાએલી પ્રજાને આ પ્રમાંણે કહે: જો કોઈ સ્ત્રી કે પુરુષ ‘નાજીર’ થઈને યહોવાની સેવા કરવાનું ખાસ વ્રત લે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “ઇઝરાયલી લોકોને એમ કહે જ્યારે કોઈ પુરુષ અથવા સ્‍ત્રી યહોવાની સેવામાં વૈરાગી થવાનું ખાસ વ્રત, એટલે નાજીરવ્રત લે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “ઇઝરાયલના લોકોને એમ કહે કે, જ્યારે કોઈ સ્ત્રી કે પુરુષ યહોવાહની સેવામાં અલગ થવાની ખાસ પ્રતિજ્ઞા લે એટલે નાઝીરવ્રત લે

Faic an caibideil Dèan lethbhreac




ગણના 6:2
21 Iomraidhean Croise  

અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”


એકલો માણસ ફકત પોતાની ઇચ્છાઓ વિશે જ વિચારે છે અને બધી સારી સલાહોને ગુસ્સાથી નકારે છે.


પરંતુ તેઓએ કહ્યું, “ના, અમે દ્રાક્ષારસ પીતા નથી. કારણ કે અમારા પિતૃઓ રેખાબના પુત્ર યોનાદાબે અમને આજ્ઞા કરી છે કે, ‘તમે તેમ જ તમારા પુત્રો કોઇ કાળે દ્રાક્ષારસ પીશો નહિ;


મેં એ બધાંને અખાદ્ય ઠરાવ્યાં છે, એમને ખાવાથી અશુદ્ધ થશો, તમે માંરાજ છો અને પવિત્ર રહેવા બંધાયેલા છો, કારણ હું યહોવા પવિત્ર છું, મેં તમને આ બધા લોકોથી જુદા પાડયા છે જેથી તમે માંરા થઈ શકો.”


“ઇસ્રાએલ પુત્રોને આ કહે, જો કોઈ માંણસ યહોવાને ખાસ પ્રતિજ્ઞા કરે કે તે કોઈ બીજા વ્યક્તિને દેવને અર્પણ કરશે, તો યાજકે તે માંણસની કિંમત ઠરાવવી જેથી બીજુ કોઈ તેને દેવ પાસેથી પાછો ખરીદી શકે. તે વ્યક્તિની કિંમત નીચે જણાવ્યા મુજબ નક્કી કરવી.


“જો કોઈ કુંવારી સ્ત્રી પોતાના પિતાને ઘેર હોય ત્યારે યહોવાને કશું ચઢાવવાનું વચન આપે અગર અન્ય કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વ્રત લે.


યહોવાએ મૂસાને કહ્યું,


યોહાન પ્રભુ માટે એક મહાન માણસ થશે. તે કદી દાક્ષારસ પીશે નહિ કે બીજુ કોઈ કેફી પીણું લેશે નહિ. જન્મથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર હશે.


પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે.


બધા લોકોને દેવની સુવાર્તા સંભળાવવા હું પસંદગી પામેલ છું. દેવે મને એક પ્રેરિત થવા બોલાવ્યો છે. એવા ખ્રિસ્ત ઈસુના દાસ પાઉલ તરફથી કુશળતા હો.


દેવના મંદિર અને મૂર્તિઓ વચ્ચે કોઈ જાતનો કરાર હોઈ શકે? આપણે જીવતા દેવનું મંદિર છીએ, જેમ દેવ કહે છે કે: “હું તેઓની સાથે જીવીશ અને તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ, અને તેઓ મારા લોક થશે.”


પરંતુ મારા જન્મ પહેલા દેવની યોજના મારા માટે કોઈ ખાસ હતી. તેથી તેની કૃપાથી દેવે મને આહવાન આપ્યું. દેવ ઈચ્છતો હતો


તે બીજા પ્રમુખયાજકો જેવો ન હતો. તેને પોતાનાં અને લોકોનાં પાપો માટે દરરોજ બલિદાન અર્પણ કરવાની અગત્ય રહેતી નથી. કારણ કે તેણે આ બધા માટે આ કામ એક જ વખત કર્યુ. જ્યારે તેણે પોતાની જાતનું સ્વાર્પણ કર્યું.


તેણે દ્રાક્ષામાંથી બનાવેલી કોઈ પણ ચીજ ખાવી નહિ, તેણે દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણાં પીવા નહિ, તેમજ અશુદ્ધ ખોરાક ખાવો નહિ; તેણે બધું મેં આપેલા હુકમ પ્રમાંણે કરવું.”


હવે હું તને કહું તે પ્રમાંણે તું કરજે, દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશ નહિ, અને કોઈપણ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ.


કારણ કે હવે તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે માંટે તેના વાળ કદી કપાવીશ નહિ, તે એક નાઝીરી થશે. તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલીઓને મુક્ત કરશે.”


તેણે કહ્યું, “માંરા માંથાના વાળ કદી અસ્ત્રાથી કાપવામાં આવ્યા નથી, કારણ કે હું જન્મ્યો તે દિવસથી એક નાઝીરી થવા માંટે હું દેવને સમર્પિત થયેલો છું. જો માંરું માંથું મૂંડાવામાં આવે તો માંરી તાકાત જતી રહે અને હું બીજા સામાંન્ય માંણસ જેવો દૂર્બળ થઈ જાઉં.”


હવે હું આ પુત્રને યહોવાને સમર્પિત કરું છું. તે જ્યાઁ સુધી જીવશે ત્યાં સુધી યહોવાની સેવામાં રહેશે.” પછી તેણે યહોવાની ઉપાસના કરી.


Lean sinn:

Sanasan


Sanasan