ગણના 4:14 - પવિત્ર બાઈબલ14 અને વેદીની ઉપાસનામાં વપરાતાં સર્વ વાસણોને દેવતા ભરવાની તબકડી, ચીપિયા, પાવડી અને પાણી છાંટવાના ડોયા-વગેરે ઉપર બકરાનું કુમાંશદાર ચામડું ઢાંકવું અને પછી ઉપાડવાના દાંડા દાખલ કરવા. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને તેના ઉપર તેઓ તેને લગતું કામ કરવાની સર્વ સામગ્રી એટલે સગડીઓ, તથા ત્રિશૂળો, તથા પાવડા, તથા તપેલીઓ, એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે. અને તેના ઉપર તેઓ સીલના ચામડાનું આચ્છાદાન નાખે, ને તેના દાંડા તેમાં નાખે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 અને તેના પર વેદીની સેવામાં વપરાતી બધી સાધનસામગ્રી એટલે, સગડીઓ, ચીપિયા, પાવડા અને તબકડાં મૂકવા. તેના પર પાતળા ચામડાનું આવરણ ઢાંકવું અને પછી ઊંચકવાના દાંડા પરોવી દેવા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 અને તેના પર તેઓ તેને માટે વપરાતી સર્વ સામગ્રી એટલે સગડીઓ, ત્રિપાંખિયાં તથા પાવડા, તપેલીઓ એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે; અને તેના પર તેઓ સીલ ચામડાનું આવરણ મૂકે. અને તેના ઉપાડવાના દાંડા તેમાં નાખે. Faic an caibideil |
“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.