Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:22 - પવિત્ર બાઈબલ

22 પછી તે ભૂમિ યહોવાના તાબામાં આવી જાય ત્યાર બાદ જ તમે પાછા ફરો તો, તમે યહોવા અને ઇસ્રાએલ પ્રત્યેના કર્તવ્યથી મુકત થશો અને આ ભૂમિ યહોવાની દ્રષ્ટિએ તમાંરી માંલિકીની થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 ને દેશ યહોવાની આગળ વશ થઈ જાય, તો પછી તમે પાછા આવશો, અને યહોવા તથા ઇઝરાયલ વિષે નિરપરાધી ઠરશો, અને યહોવાની આગળ આ દેશ તમારું વતન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 ત્યાર પછી તમે પાછા આવી શકશો. કારણ, તમે પ્રભુ અને તમારા ઇઝરાયલી લોકો પ્રત્યેની જવાબદારી અદા કરી ગણાશે અને પ્રભુ સમક્ષ યર્દનની પૂર્વનો આ પ્રદેશ તમારી માલિકીનો થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તે દેશ યહોવાહના તાબામાં થાય. ત્યારપછી તમે પાછા આવજો. તમે યહોવાહ તથા ઇઝરાયલ પ્રત્યે નિર્દોષ ઠરશો. યહોવાહની આગળ આ દેશ તમારું વતન થશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:22
17 Iomraidhean Croise  

દાઉદ આ સમાંચાર સાંભળીને બોલી ઊઠયો. “નેરના પુત્ર આબ્નેરના ખૂન વિષે હું તથા માંરું રાજય નિર્દોષ છીએ; યહોવા આ જાણે છે.


અને તેમણે અન્ય રાષ્ટ્રોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.


“મેં તમને આપેલા કનાન દેશમાં જયારે તમે આવી પહોંચો અને હું ત્યાં કોઈ ઘરમાં કોઢનો રોગ મૂકું;


અને યહોવા પોતાના શત્રુઓને તે દેશમાંથી હાંકી કાઢે ત્યાં સુધી તમાંરી સેનાની ટુકડીઓને યર્દન નદીને પાર રાખો અને ત્યાં રહો.


યર્દનને પેલે પાર તમાંરા દેવ યહોવાએ તેમને આપેલી ભૂમિનો કબજો તેઓ પ્રાપ્ત કરે અને જેમ તેમને પણ યહોવા સ્થાયી થવા દે ત્યાં સુધી તમાંરે એમને સાથ આપવાનો છે. ત્યાર પછી તમાંરે મેં તમને આપેલી ભૂમિમાં પાછા ફરવાનું છે.’


કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”


યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.


એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા.


જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.


રૂબેન અને ગાદના કુળસમૂહો અને મનાશ્શા કુળના બાકીના અડધાને યર્દન નદીને પૂર્વની જમીન મળી જે દેવના સેવક મૂસાએ તેમને આપી હતી.


સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.


જો કોઈ તારા ઘરના બારણાની બહાર નીકળશે, તો તેના મોતના જવાબદારી તેને માંથે, એમાં અમાંરો દોષ નહિ; પણ તારી સાથે ઘરમાં હોય એવા કોઈને ઈજા થાય તો તેનો દોષ અમાંરે માંથે.


અને હવે યહોવા દેવે તમાંરા ઇસ્રાએલી બંધુઓને શાંતિ અને સુરક્ષા આપી છે. તેથી હવે તમે તમાંરે ધેર પાછા ફરો, યર્દન નદીને સામે કાંઠે આવેલ તમાંરા પ્રદેશમાં, જે તમને યહોવાના સેવક મૂસા દ્વારા આપવામાં આવ્યો હતો.


આથી રૂબેનના, ગાદના અને મનાશ્શાના અર્ધા કુળસમૂહના લોકોએ કનાનામાં શીલોહ પર ઇસ્રાએલીઓને છોડ્યા અને પાછા પોતાના ગિલયાદ પ્રદેશમાં ગયા. એ પ્રદેશ જે મૂસાએ તેઓને યહોવાની આજ્ઞા પ્રમાંણે આપ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan