Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 32:14 - પવિત્ર બાઈબલ

14 અને હવે તમે, પાપી લોકો, પણ તમાંરા પિતાઓએ કર્યુ તેમ કરો છો. શું તમાંરે યહોવાને તેના લોકો વિરુદ્ધ હજુ વધારે ગુસ્સે કરવા છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 “અને જુઓ, હે ભૂંડાઓના સંતાન, તમે તમારા પિતૃઓને ઠેકાણે ઊભા થઈને ઇઝરાયલ પરનો યહોવાનો કોપ હજી પણ વધારો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હવે ઓ ભૂંડાઓનાં સંતાન, તમે તમારા પૂર્વજોને અનુસરીને ઇઝરાયલીઓ પર ફરીથી પ્રભુનો કોપ ઉતારવા માગો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 જુઓ, તમે પાપી લોકો જેવા, તમારા પિતાઓની જગ્યાએ ઊભા થઈને, ઇઝરાયલ પ્રત્યે યહોવાહનો ગુસ્સો હજી પણ વધુ સળગાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 32:14
19 Iomraidhean Croise  

જયારે આદમ 130 વર્ષનો થયો, ત્યારે તે એક બીજા બાળકનો પિતા બન્યો. તે પુત્ર બરાબર આદમ જેવો જ દેખાતો હતો. આદમે તે પુત્રનું નામ શેથ પાડયું.


યહોવા બલિની સુવાસથી પ્રસન્ન થયા તે મનોમન બોલી ઊઠયા કે, “મનુષ્ય નાનપણથી જ દુષ્ટ હોય છે, તેથી હું કદી મનુષ્યને કારણે ધરતીને શ્રાપ આપીશ નહિ, અને હું કદી પણ બધા જીવોનો અત્યારે કર્યો તેવો નાશ કરીશ નહિ.


અને તેમને કહ્યું, “તમે આ કેદીઓને અમારા દેશમાં લાવશો નહિ. તમે જે કરવા માંગો છો એથી અમે યહોવા આગળ ગુનેગાર ઠરીશું, અને અમારા પાપોમાં વધારો થશે. આમ પણ અમારા ગુના ઓછા નથી. અને યહોવાનો ભયંકર રોષ ઇસ્રાએલ ઉપર ઝઝૂમે છે.”


પછી યાજક એઝરાએ ઊભા થઇને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓને પરણીને યહોવાને છેહ દીધો છે, અને ઇસ્રાએલના અપરાધમાં વધારો કર્યો છે.


તમારા પિતૃઓએ પણ બરાબર આ કર્યુ હતું અને તેથી આપણા દેવે આપણા પર અને આ નગર પર આ બધાં દુ:ખો વરસાવ્યા હતાં. તમે સાબ્બાથ દિવસને ષ્ટ કરીને ઇસ્રાએલ પર નવેસરથી દેવનો રોષ ઉતારો છો?”


“અશુદ્ધ વસ્તુમાંથી શુદ્ધ વસ્તુ બનાવી શકે તો કેવું સારું! પણ એવું બનવું અશક્ય છે.


તેઓ દેવ પાસેથી દૂર થયા. તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં. ફેંકનાર તરફ પાછા ફરતાં, વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.


ઓહ! પાપી પ્રજા, હે અપરાધોથી લદાયેલા લોકો, હે કુકમીર્ઓ, હે વંઠી ગયેલાઁ છોકરાં! તમે યહોવાનો ત્યાગ કર્યો છે. તમે ઇસ્રાએલના પવિત્ર દેવને તિરસ્કાર્યા છે. અને તેમનાથી તમે અજાણ્યાની જેમ વિમુખ થઇ ગયા છો.


તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સમક્ષ મોં પહોળું કરી, જીભ કાઢી ચાળા પાડો છો? શું તમે પાપીઓનાં અને જૂઠાઓના સંતાનો નથી?


“‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.


કારણ, જો તમે અત્યારે આ પ્રમાંણે દેવથી વિમુખ થશો તો તે આ બધા લોકોને રણમાં રઝળતાં છોડી દેશે અને તમે તેમના વિનાશનું નિમિત્ત બનશો.”


અને હવે તમે બધા લોકોને બતાવો છો, તમે તમારા બાપ દાદાઓએ જે કર્યુ તેની સાથે સંમત છો. તેઓએ પ્રબોધકોને મારી નાંખ્યા છે, અને તમે પ્રબોધકો માટે કબર બાંધો છો!


હું જયારથી તમને ઓળખતો થયો ત્યારથી તમે તેની સામે બળવો પોકારતા રહ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan