Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 3:32 - પવિત્ર બાઈબલ

32 લેવીઓના આગેવાનોનો મુખી, યાજક હારુનનો પુત્ર એલઆઝાર હતો; પવિત્રસ્થાનની સેવામાં જે બધા હતા તે સૌનો તે ઉપરી હતો, તેમના કાર્ય ઉપર દેખરેખ રાખવાની જવાબદારી તેની હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને હારુન યાજકનો દિકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો અધિપતિ થાય, અને પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 યજ્ઞકાર આરોનનો પુત્ર એલાઝાર લેવીકુળના આગેવાનનો વડો હતો અને પવિત્રસ્થાનમાં સેવા બજાવનારાઓનો ઉપરી હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 અને હારુન યાજકનો દીકરો એલાઝાર લેવીઓના અધિપતિઓનો આગેવાન થાય. પવિત્રસ્થાનની સંભાળ રાખનારાઓની તે દેખરેખ રાખે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 3:32
12 Iomraidhean Croise  

રક્ષકોના નાયકે મુખ્ય યાજક સરાયાને, તેની હાથ નીચેના યાજક સફાન્યાને અને ત્રણ દ્વારપાળોને કેદ પકડયા.


બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.


પેલા માણસે મને કહ્યું, “દક્ષિણના દરવાજા પાસેની ઓરડી મંદિરમાં સેવા કરનાર યાજકો માટે છે.


તે લોકોએ પવિત્રકોશની, બાજઠની, દીવીની અને વેદીઓની, ઉપાસનામાં વપરાતાં પવિત્ર વાસણોની, ગર્ભગૃહ આગળના પડદાની તથા એ બધાને લગતાં સર્વ કામકાજની અને ઉપયોગની સંભાળ રાખવાની હતી.


મરારીના કુળસમૂહોમાં માંહલી અને મૂશી એ બે કુટુંબો હતાં.


“યાજક હારુનના પુત્ર એલઆઝારે દીવાના તેલની, સુવાસિત સુગંધીની, રોજના ખાધાર્પણ તથા અભિષેકના તેલની જવાબદારી બજાવવાની છે, તથા સમગ્ર પવિત્રમંડપ અને તેમાંની સર્વ વસ્તુઓની સંભાળ રાખવાની જવાબદારી પણ તેમણે જ કરવાની છે.”


આ બધાં કામો તેમણે હારુન અને તેના પુત્રોની આજ્ઞા મુજબ ગેર્શોનીઓએ કરવાનાં છે. અને ભાર ઊચકવાનું પવિત્રમંડપની કે સેવાનું જે કામ સોંપે તે તેઓએ કરવાનું છે.


તેઓના કુળસમૂહની કુટુંબવાર નોંધણીની કુલ સંખ્યા 2,630 થઈ.


તેઓ મુલાકાતમંડપમાં સેવા કરતા પોતાના સાથીને ભલે મદદ કરે, પણ પોતે નિયમસરની સેવા ન કરે, લેવીઓની સેવા માંટે આ વ્યવસ્થાનું આયોજન કરવું.”


Lean sinn:

Sanasan


Sanasan