ગણના 3:13 - પવિત્ર બાઈબલ13 એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે સર્વ પ્રથમ જન્મેલાં મારાં જ છે. મિસર દેશમાં મેં પ્રથમ જન્મેલાંને માર્યાં તે દિવસે મેં ઇઝરાયલમાં સર્વ પ્રથમ જન્મેલાં માણસોને તેમ જ પશુઓને મારે માટે પવિત્ર કર્યાં, તેઓ મારાં જ થશે. હું યહોવા છું.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે, સર્વ પ્રથમજનિત મારા જ છે; જ્યારે મેં મિસરના બધા પ્રથમજનિતને મારી નાખ્યા હતા તે દિવસે મેં ઇઝરાયલપુત્રોના સર્વ પ્રથમજનિત પુરુષો અને જાનવરોને મારે સારુ પવિત્ર કર્યા, તેઓ મારા જ થશે. હું યહોવાહ છું.” Faic an caibideil |
ફારુન હઠે ચડયો હતો, તેથી તેણે અમને બહાર જવા દેવાની ના પાડી, ત્યારે યહોવાએ મિસર દેશનાં બધાં પ્રથમ જન્મેલાં સંતાનોને, માંણસનાં અને ઢોરનાં બંનેનાં પહેલાં સંતાનોને માંરી નાંખ્યાં હતાં, તેથી અમે પ્રથમજનિત બધાં નર પશુઓ યહોવાને અર્પણ કરીએ છીએ, પણ અમાંરા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે નાણાં આપીને છોડાવીએ છીએ.’