Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 28:3 - પવિત્ર બાઈબલ

3 તમાંરે નિયત સમયે મને આગમાં બનાવેલું ખાદ્યાર્પણ ધરવું, તેની સુગંધ મને પ્રસન્ન કરે છે. તેથી તમાંરે નીચે મુજબ અર્પણ ચઢાવવું. પ્રતિદિન તમાંરે એક વર્ષના ખોડખાંપણ વગરના બે નર હલવાનોનું દહનાર્પણ કરવું જ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને તું તેઓને કહે, જે હોમયજ્ઞ તમારે યહોવાને ચઢાવવો તે આ છે: હમેશના દહનીયાર્પણને માટે દિનપ્રતિદિન પહેલા વર્ષના બે ખોડખાંપણ વગરના નર હલવાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 વળી, તેમને કહે કે, તમારે પ્રભુને આવા અગ્નિબલિનું અર્પણ કરવું: કોઈ પણ જાતની ખોડખાંપણ વગરના એક વર્ષની ઉંમરના બે નર હલવાન દિન પ્રતિદિન હંમેશા ચડાવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તારે તેઓને કહેવું, “આ હોમયજ્ઞ જે તમારે યહોવાહને ચઢાવવો. પ્રતિદિન તમારે એક વર્ષના ખોડખાંપણ વગરના નર હલવાનોનું દહનીયાર્પણ કરવું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 28:3
25 Iomraidhean Croise  

તેમણે યહોવાએ ઇસ્રાએલ માટે ફરમાવેલી સંહિતામાં કહ્યા પ્રમાણે દરરોજ સવારે અને સાંજે યજ્ઞવેદી પર યહોવાને દહનાર્પણ ચઢાવવાનું હતું.


દરરોજ, વિશ્રામવારને દિવસે, ચંદ્રદર્શનને દિવસે, તથા ત્રણ વાર્ષિક ઉત્સવોને દિવસે એટલે કે બેખમીર રોટલીને ઉત્સવ, સપ્તાહોના પર્વનો ઉત્સવ, અને માંડવાઓપર્વના ઉત્સવને દિવસે સુલેમાન મૂસાની આજ્ઞા પ્રમાણે બલિદાનો અર્પણ કરતો હતો.


એના પછી લોકોએ નિત્યનાં દહનાર્પણો, ચંદ્રદર્શનના દિવસની ઉજવણીના અર્પણો તથા બીજાં વાર્ષિક પર્વોની ઉજવણીનાં અર્પણો ચઢાવ્યા જે યહોવાને માટે પવિત્ર હતા એ લોકોએ ઉપહાર પણ અર્પણ કર્યા.


તેના લશ્કરના માણસો યરૂશાલેમમાં આવીને મંદિરને અને તેના ગઢને ષ્ટ કરશે. અને નિત્યનું દહનાર્પણ બંધ કરાવશે અને ત્યાં વેરાનકારક મૂર્તિની સ્થાપના કરાવશે.


“‘પ્રતિદિન અપાતાં અર્પણો બંધ કરવામાં આવશે અને વેરાન કરનાર ધિક્કારપાત્ર વસ્તુ સ્થાપન કરવામાં આવશે, તે સમયથી તે 1,290 દિવસો હશે.


તેણે પોતાને આકાશના સૈન્યના સરદાર જેટલો મહાન કર્યો અને તેની પાસેથી દરરોજનું અર્પણ લઇ લીધું અને તેના મંદિરને અપવિત્ર કર્યું.


પછી મેં એક પવિત્ર દેવદૂતને બોલતો સાંભળ્યો, બીજા પવિત્રે જે પહેલો બોલતો હતો તેને કહ્યું, “જ્યારે રોજીંદા અર્પણો શરૂ થશે, બળવો મંદિરની શરણાગતિ અને સૈન્યને કચડી નાખવાનું એ દ્રશ્યમાન થવાને કેટલો સમય લાગશે?”


આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.


“હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.


“બેથેલ અને ગિલ્ગાલ જઇ; બલિદાન અપીર્ તમારા પાપ વધારતાં જાઓ. રોજ સવારે તમારા બલિદાન અર્પણ કરો. અને અઠવાડિયામાં બે વાર તમારાં દશાંશ-ઊપજનો દશમો ભાગ ધરાવો.


પ્રત્યેક વિશ્રામવારે આ અર્પણ નિયમિત દહનાર્પણ અને પેયાર્પણ ઉપરાંત લાવવાનું છે.”


પ્રત્યેક માંસના પ્રથમ દિવસે એક બકરો પાપાર્થાર્પણ તરીકે તમાંરે યહોવાને ચઢાવવો. અને દૈનિક દહનાર્પણ અને તે સાથેના પેયાર્પણ ઉપરાંતનુ આ અર્પણ છે.


દરરોજના દહનાર્પણો ઉપરાંત આ અર્પણો તમાંરે સાત દિવસ સુધી લાવવાનાં છે.


“ઉત્સવના સાતે દિવસ દરરોજ યહોવાને માંટે સુવાસિત હોમયજ્ઞનું અન્ન; જાથુના દહનાર્પણ સાથેના પેયાર્પણ ઉપરાંત ચઢાવવાનાં છે.


પ્રતિદિન નિયમિત ચઢાવવામાં આવતાં દહનાર્પણ, ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણો તમાંરે લાવવાનાં છે. બલિદાન માંટેનાં પ્રાણીઓ ખોડખાંપણ વિનાના હોય તેની કાળજી રાખવી.


એક હલવાનની આહુતિ સવારે અને બીજાની સંધ્યાકાળે અને રાત્રિની વચ્ચે આહુતિ આપવી.


વળી પાપાર્થાર્પણ માંટે તમાંરે એક બકરાનું બલિદાન આપવું. પ્રાયશ્ચિતના દિવસનું પાપાર્થાર્પણ વર્ષમાં એક વખત તે પ્રાયશ્ચિતના દિવસે અર્પણ કરવામાં આવતું અને પ્રતિદિન થતાં દહનાર્પણો, ખાદ્યાર્પણો અને પેયાર્પણો ઉપરાંતનું આ અર્પણ છે.


તદુપરાંત પ્રાયશ્ચિત્તાર્પણ તરીકે એક બકરો ચઢાવવો. પ્રતિદિન નિયમિત થતા યજ્ઞો, ખાદ્યાર્પણો અને પેયાર્પણ ઉપરાંત આ અર્પણ કરવાનું છે.


અમાંવાસ્યાના દહનાર્પણ તથા દૈનિક યજ્ઞો અને તે સાથેના ખાદ્યાર્પણ અને પેયાર્પણ ઉપરાંત આ વિશિષ્ટ અર્પણો છે. એ યહોવાની સુવાસિત આહુતિ છે.


બીજે દિવસે યોહાને ઈસુને તેના તરફ આવતો જોયો. યોહાને કહ્યું, “જુઓ દેવનું હલવાન, જે જગતના પાપોને દૂર કરે છે!


મંડપમાં મેં સમજાવ્યું તે પ્રમાણે દરેક વસ્તુ વ્યવસ્થિત ગોઠવી દેવામાં આવી. પછી યાજકો હંમેશા પહેલા ઓરડામાં સેવા કરવાનું કામ કરવા જતા.


બધા જ લોકો જે પૃથ્વી પર રહે છે, તેઓ તે પ્રાણીની આરાધના કરશે. (આ એ લોકો છે જેઓનાં નામો જગતનું સર્જન થયું ત્યારથી હલવાનના જીવનના પુસ્તકમાં લખેલાં નથી. તે હલવાન કે જેને મારી નાખવામાં આવ્યો હતો.)


Lean sinn:

Sanasan


Sanasan