Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:3 - પવિત્ર બાઈબલ

3 “અમાંરા પિતા રણમાં મૃત્યુ પામ્યા હતા. યહોવા સામે બળવો કરનાર કોરાહની ટોળીમાં તે ન્હોતા. તે તેમના પોતાના પાપે જ મૃત્યુ પામ્યા હતા અને તેમને કોઈ પુત્ર ન્હોતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 “અમારા પિતા અરણ્યમાં મરી ગયા, ને જેઓ કોરાની સાથે યહોવાની વિરુદ્ધ એકત્ર થયા હતા તેઓની ટોળીમાંના તે ન હતા. પણ તે પોતાના પાપમાં મરી ગયા. અને તેમને દિકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 “અમારા પિતા રણપ્રદેશમાં મરણ પામ્યા. તેમને કોઈ પુત્ર નહોતો. કોરાની સાથે પ્રભુની વિરૂધ બળવો કરનાર જૂથમાં તે સામેલ નહોતા. તે તો પોતાને પાપે જ મૃત્યુ પામ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 “અમારો પિતા અરણ્યમાં મૃત્યુ પામ્યો. યહોવાહ વિરુદ્ધ ઊઠનાર કોરાહની ટોળીમાં તે ન હતા. તે તેના પોતાના પાપમાં મૃત્યુ પામ્યા; તેને કોઈ દીકરા ન હતા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:3
16 Iomraidhean Croise  

એકેએક જીવ મારો છે. પિતા અને પુત્ર બંને મારે માટે સરખા છે. જે માણસે પાપ કર્યું હશે તે જ મૃત્યુ પામશે.


“હું યહોવા આ બોલું છું. માંરો વિરોધ કરવા એકત્ર થયેલા આ દુષ્ટ લોકોના હું ભૂડાં હાલ કરીશ. તેઓ એકે એક આ અરણ્યમાં મૃત્યુ પામશે.”


તે દરમ્યાન કોરાહે સમગ્ર સમાંજને મૂસા અને હારુન વિરુદ્ધ ઉશ્કેરીને એ બે જણની સામે ભેગા કર્યા હતા. ત્યાં તો યહોવાના ગૌરવે સમગ્ર સમાંજને દર્શન દીધાં.


પરંતુ તેટલા સમયમાં 14,700 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને કોરાહના બંડ વખતે મૃત્યુ પામેલા તે તો જુદા.


હેફેરના પુત્ર સલોફહાદને પુત્ર નહોતા, તેની પુત્રીઓનાં નામ આ પ્રમાંણે છે: માંહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ.


તેમણે મૂસાની તથા એલઆઝારની અને સમગ્ર સમાંજના આગેવાનોની સમક્ષ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ હાજર થઈને દાવો રજૂ કર્યો કે,


અમાંરા પિતા અપુત્ર હતા એટલા જ કારણસર તેમનું નામ કુટુંબમાંથી શા માંટે ભૂંસાઈ જાય? અમાંરા પિતાના ભાઈઓની સાથે અમે પણ વારસો આપવામાં આવે.”


ફરીથી ઈસુએ લોકોને કહ્યું, “હું તમને છોડીશ. તમે મારી શોધ કરશો, પણ તમે તમારા પાપ સાથે મૃત્યુ પામશો. હું જ્યાં જાઉં છું, ત્યાં તમે આવી શકશો નહિ.”


તેથી મેં તમને કહ્યું છે કે તમે તમારા પાપોમાં મૃત્યુ પામશો. હા, હું (તે) છું એવો તમે વિશ્વાસ નહિ કરો તો તમે તમારાં પાપોમાં મૃત્યુ પામશો.”


એક માણસના (આદમના) લીધે આ જગતમાં પાપ પેઠું. પાપ દ્વારા મૃત્યુ પણ આવ્યું. આ જ કારણે સૌ લોકોને મરવું જ પડશે-કેમકે સઘળાએ પાપ કર્યું છે.


પાપ શસ્ત્ર તરીકે મૃત્યુનો ઉપયોગ કરતું હતું. દેવે લોકો પર પુષ્કળ દયા કરી તેથી દેવની કૃપાનું શાસન થશે અને પ્રભુ ઈસુ દ્વારા લોકો ન્યાયી ઠરશે. આમ આપણા પ્રભુ ઈસુ દ્વારા અનંતકાળનું જીવન મળશે.


જ્યારે લોકો પાપ કરે છે, ત્યારે પાપનું વેતન-મરણ કમાય છે. પરંતુ દેવ તો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને અનંતજીવનની બક્ષિસ આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan