Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 27:20 - પવિત્ર બાઈબલ

20 “અને પછી તારી કેટલીક સત્તા તેને સોંપ, જેથી ઇસ્રાએલીઓનો સમગ્ર સમાંજ તેની આજ્ઞામાં રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને તારો કેટલોક અધિકાર તું તેને આપ કે, ઇઝરાયલની સર્વ પ્રજા તેની આજ્ઞા માને.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તારો કેટલોક અધિકાર તેને સોંપ જેથી ઇઝરાયલનો સમગ્ર સમાજ તેને આધીન રહે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તારો કેટલોક અધિકાર તેના પર મૂક, જેથી ઇઝરાયલી લોકોની આખી જમાત તેની આજ્ઞા પાળે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 27:20
11 Iomraidhean Croise  

યરીખોના પ્રબોધકોના સંઘે તેને દૂરથી જોયો અને કહ્યું, “એલિયાની શકિત એલિશા પર ઊતરી છે.” તેઓ તેને મળવા આવ્યા અને આદરપૂર્વક તેને પ્રણામ કર્યા.


આમ, સુલેમાન પોતાના પિતા દાઉદ પછી યહોવાએ સ્થાપેલી રાજગાદી પર આવ્યો. તેણે સફળતાપૂર્વક રાજ્ય કર્યુ. અને સમગ્ર ઇસ્રાએલે તેની આજ્ઞા માથે ચઢાવી.


યહોવાએ સુલેમાનને ઇસ્રાએલની નજરમાં ખૂબ મોટો કર્યો અને ઇસ્રાએલના કોઇ પણ રાજાએ પહેલાં કદીય ભોગવી ના હોય તેવી જાહોજલાલી તેને આપી.


હું નીચે ઊતરીને ત્યાં આવીશ અને તારી સાથે વાત કરીશ, મેં તને જે આત્માં આપ્યો છે તેમાંથી લઈને હું એ લોકોને આપીશ તેથી તેઓ પણ તારી સાથે લોકોનો ભાર ઊચકશે, પછી તારે એકલાએ તે ભાર સહન કરવો પડશે નહિ.”


તું તેને યાજક એલઆઝાર તથા સમગ્ર સમાંજ સમક્ષ ઊભો કર, પછી તેના માંથા પર હાથ મૂકી તેમના દેખતાં જ તેને તારો ઉત્તરાધિકારી નિયુક્ત કર.


તેણે માંરી ઈચ્છા જાણવા માંટે યાજક એલઆજાર પાસે જવું પડશે. પછી એલઆઝાર યહોવા સમક્ષ ઉરીમ પાસો નાખીને યહોવાને જવાબ મેળવશે. આ રીતે એલઆઝાર યહોશુઆને અને સમગ્ર ઇસ્રાએલી સમાંજને તેમની બધી બાબતમાં માંર્ગદર્શન આપશે.”


એ વખતે યહોવાનો આત્માં ઘણા બળ સાથે તારામાં સંચારિત થશે. ત્યારબાદ તું બીજી વ્યકિતમાં બદલાઇ જઇશ. આ પ્રબોધકો સાથે તું પ્રબોધ કરીશ.


અને પછી શમુએલ પાસેથી જવા માંટે શાઉલે જેવી પીઠ ફેરવી કે તરત જ દેવે તેને સમૂળગો ફેરવી નાખ્યો; અને તે જ દિવસે એ બધી ઘટનાઓ બની.


Lean sinn:

Sanasan


Sanasan