11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેની મિલકત તેના સૌથી નજીકનાં સગાને મળે, અને તે તેનો માંલિક બને. મેં યહોવાએ મૂસાને આજ્ઞા કરી છે તે મુજબ આ કાયદો સૌ ઇસ્રાએલી પ્રજાએ પાળવાનો છે.’”
11 અને જો તેના પિતાને ભાઈઓ ન હોય, તો તેના કુટુંબમાં જે તેનો નિકટનો સગો હોય તેને તેનો વારસો આપો, ને તે તેનો માલિક થાય.” અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી તે પ્રમાણે ઇઝરાયલી લોકોને માટે તે ન્યાયનો કાનૂન થાય.
11 જો તેને કાકાઓ ન હોય તો તેનો વારસો તેના સૌથી નિકટના સગાને મળે. તે તેનો માલિક બને. મેં પ્રભુએ મોશેને આપેલી આ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ આ કાનૂની પ્રબંધ અનુસરવાનો છે.”
11 અને જો તેને કાકાઓ ન હોય, તો તેનો વારસો તેના નજીકના સગાને આપ, તે તેનો માલિક બને. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે પ્રમાણે આ કાયદો ઇઝરાયલી લોકો માટે કાનૂન થાય.’”
“અને યહોવાના કહ્યા પ્રમાણે મારો પિતરાઇ ભાઇ હનામએલ રક્ષકઘરમાં ચોકમાં મારી પાસે આવ્યો અને બોલ્યો, ‘બિન્યામીનના કુળસમુહના દેશમાંના અનાથોથમાં મારું જે ખેતર છે તે તું વેચાતું લે; કારણ કે વારસાનો તથા મૂલ્ય આપીને છોડાવવાનો હક્ક તારો છે.’” તે તારે પોતાને માટે વેચાતું લે, ત્યારે મેં જાણ્યું કે આ તો યહોવાનું વચન છે.