Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 26:20 - પવિત્ર બાઈબલ

20 યહૂદાના વંશ માંત્રના પુત્રોના નામ ઉપરથી ગોત્રો હતા: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ. પેરેસના કુટુંબોનો પણ આ વસ્તી ગણતરીમાં સમાંવેશ થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને યહુદાના દિકરા તેઓનાં કુટુંબો પ્રમાણે આ હતા : શેલાથી શેલાનીઓનું કુટુંબ પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 26:20
18 Iomraidhean Croise  

પછી પોતાની પુત્રવધૂ તામાંરને યહૂદાએ કહ્યું, “માંરો પુત્ર શેલાહ મોટો થાય, ત્યાં સુધી તું તારા પિયરમાં જઇને વિધવા તરીકે રહે.” કારણ કે કદાચ તે શેલાહ પણ તેના ભાઈઓની જેમ માંર્યો જાય. તેથી તામાંર તેના બાપને ઘેર જઈને રહી.


તેથી તેણીએ પોતાનાં વૈધવ્યનાં વસ્રો ઉતારી અને પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી દીધો. અને પોતાનો દેહ ઢાંકીને તિમ્નાહને રસ્તે આવેલ એનાઇમની ભાગોળ આગળ એક સ્થળે બેઠી. તે જાણતી હતી કે, શેલાહ મોટો થયો છે. તેમ છતાં તેને તેણીની સાથે પરણવાની મંજૂરી આપવામાં આવી ન હતી.


અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.


અને યહૂદાના પુત્રો: એર, ઓનાન, શેલાહ, પેરેસ, અને ઝેરાહ. પરંતુ એર અને ઓનાન તો કનાનમાં જ અવસાન પામ્યા હતા. પેરેસના પુત્રો: હેસરોન અને હામૂલ.


“યહૂદા, તારા ભાઈઓ તારી પ્રશંસા કરશે. તારો હાથ તારા શત્રુઓની ગરદન પર રહેશે; તારા પિતાના પુત્રો તારી આગળ પ્રણામ કરશે.


યહૂદાના પુત્ર શેલાહના પુત્રો: લેખાહના પિતા એર, મારેશાહના પિતા લાઅડાહ, તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા કુલસમૂહો હતા, તેઓનાં કુટુંબો;


યહૂદાના પુત્ર પેરેસના વંશજોમાંથી બાનીના પુત્ર ઇમ્રીના પુત્ર ઓમ્રીના પુત્ર આમ્મીહૂદનો પુત્ર ઉથાય.


બીજું કુટુંબ શીલોનીઓનું હતું. શીલોનીનો જ્યેષ્ઠ પુત્ર અસાયા અને તેના પુત્રો.


યહૂદાના પુત્ર ઝેરાહના વંશજ મશેઝાબએલનો પુત્ર પેથાહ્યા જનસંપર્કના સર્વ વહીવટમાં રાજાને મદદ કરતો હતો.


કેટલાક યહૂદાના અને કેટલાક બિન્યામીનના લોકો યરૂશાલેમમાં રહેતા હતા તેઓ આ છે. અથાયા ઉઝિઝયાનો પુત્ર, (ઉઝિઝયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો, હલાલએલ પેરેશના વંશજોમાંથી હતો.)


પેરેશના સર્વ વંશજો જેઓ યરૂશાલેમમાં વસ્યા તેઓ 468 પરાક્રમી પુરુષો હતા.


પેરેસના પુત્રોનાં નામ ઉપરથી પણ કુટુંબોના નામ આવ્યા: હેસ્રોનથી હેસ્રોનીઓનું કુટુંબ. તેઓના પૂર્વજ હેસ્રોનના નામ ઉપરથી જ આ નામ હતું. હામૂલથી હામૂલીઓનું કુટુંબ.


યહૂદા પેરેસ અને ઝેરાહનો પિતા હતો. (તેઓની મા તામાર હતી.) પેરેસ હેસ્રોનનો પિતા હતો. હેસ્રોન આરામનો પિતા હતો.


અમિનાદાબનો દીકરો નાહશોન હતો. અર્નીનો દીકરો અમિનાદાબ હતો. હેસ્ત્રોનનો દીકરો અર્ની હતો. પેરેસનો દીકરો હેસ્ત્રોન હતો. યહૂદાનો દીકરો પેરેસ હતો.


યહુદાના કુળમાંથી 12,000 રુંબેનના કુળમાંથી 12,000 ગાદના કુળમાંથી 12,000


Lean sinn:

Sanasan


Sanasan