Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 25:6 - પવિત્ર બાઈબલ

6 પરંતુ મૂસા અને સમગ્ર ઇસ્રાએલી સંઘ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ રૂદન કરતા હતા તે સમયે તેમના દેખતાં જ એક ઇસ્રાએલી એક મિદ્યાની સ્ત્રીને પોતાની છાવણીમાં ખેંચી લાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને જુઓ, ઇઝરાયલી લોકોમાંનો એક માણસ આવ્યો, ને મૂસાની આગળ તથા ઇઝરાલની સમગ્ર પ્રજા કે જે મુલાકાતમંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ, પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્‍ત્રીને લાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મોશે અને ઇઝરાયલી લોકોનો સમગ્ર સમુદાય મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે વિલાપ કરતો હતો. ત્યારે તેમની નજર સામે એક ઇઝરાયલી પુરુષ મિદ્યાની યુવતીને લઈને પોતાના તંબૂમાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઇઝરાયલનો એક માણસ આવ્યો અને એક મિદ્યાની સ્ત્રીને તેના કુટુંબના સભ્યો વચ્ચે લઈ ગયો. મૂસાની નજર સમક્ષ અને ઇઝરાયલ લોકોનો આખો સમુદાય, જયારે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ રડતો હતો તે સમયે આવું બન્યું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 25:6
24 Iomraidhean Croise  

તે સમયે ત્યાંથી કેટલાક મિદ્યાની વેપારીઓ પસાર થતાં હતા; તેથી ભાઈઓએ યૂસફને કૂવામાંથી બહાર કાઢયો અને 20 રૂપામહોરમાં વેપારીઓને વેચી દીધો. તેથી તેઓ યૂસફને મિસર લઈ ગયા.


તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.


મારો પક્ષ લઇને દુષ્ટોની સામે કોણ ઉભું રહેશે? દુષ્કમીર્ઓથી મારું રક્ષણ કરવા કોણ મારી બાજુમાં ઉભું રહેશે?


વળી તે દિવસે સૈન્યોના દેવ યહોવાએ તો તમને રડવાનું, છાતી કૂટવાનું, માથું મૂંડાવી શોકની કંથા પહેરવાનું કહેતા હતા,


આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે અને ત્યાં પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.


યેહૂદી ત્રણચાર ફકરા વાંચી રહે એટલે રાજા લહિયાની છરીથી તેટલો ભાગ કાપી લઇ બળતા લાકડામાં નાખી દેતો. આમને આમ આખું ઓળિયું સગડીમાં હોમાઇ ગયું.


મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે? ના, તેઓને સહેજે શરમ લાગતી નથી; વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી! તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.’” આ યહોવાના વચન છે.


યાજકો, જે યહોવાના સેવકો છે, તેમણે ઓસરી અને વેદી વચ્ચે રડવું અને કહેવું કે, “હે યહોવા, તારા લોકો પર દયા કર. વિદેશીઓને તેમને હરાવવા ન દો. તમારા લોકોને વિદેશીઓ સમક્ષ લજ્જિત થવા ન દો, જેઓ દરેકને કહે છે, ‘તેઓનો દેવ કયાં છે?’”


આથી મૂસાએ કહ્યું તે મુજબ હારુને કર્યુ. અને ઝડપથી ધૂપદાની લઈને ભેગા મળેલા લોકો વચ્ચે દોડી ગયો, તો ખબર પડી કે તેઓમાં રોગચાળો શરૂ થઈ ગયો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી મરેલાં


અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.


“મૂર્તિપૂજામાં ઇસ્રાએલને લઈ જનાર મિદ્યાનીઓ ઉપર તું પૂરેપૂરું વેર વસૂલ કરજે. તે પછી તું પિતૃઓ ભેગો પોઢી જશે.”


તેઓ સમુદ્રમાં આવતાં જંગલી મોજા જેવા છે મોજાઓ ફીણ બનાવે છે. આ લોકો, મોજાંઓ જેમ ફીણ બનાવે છે તેમ આ લોકો શરમજનક કાર્યો કરે છે. આ લોકો તારાઓ જેવા છે જે ભટકનારા છે. આવા લોકો માટે ઘોર અંધકાર સર્વકાળ માટે રાખવામાં આવેલો છે.


દેવદૂતે બધા ઈસ્રાએલીઓને આ શબ્દો સંભળાવ્યા એટલે તેઓ મોટે સાદે રડવા લાગ્યા:


Lean sinn:

Sanasan


Sanasan