Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 25:3 - પવિત્ર બાઈબલ

3 આમ ઇસ્રાએલીઓ પેઓરના બઆલને પૂજતા થઈ ગયા; એટલે યહોવા તેમના પર કોપાયમાંન થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ઇઝરાયલ બાલ-પેઓર [ના પંથ] માં ભળ્યા; અને ઇઝરાયલ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3-4 પ્રભુએ મોશેને કહ્યું, “ઇઝરાયલના બધા આગેવાનોને પકડીને તેમનો ધોળે દહાડે જાહેરમાં મારી સમક્ષ સંહાર કર. જેથી ઇઝરાયલીઓ પરથી મારો પ્રચંડ કોપ દૂર થાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઇઝરાયલના માણસો બઆલ-પેઓરની પૂજામાં સામેલ થયા, એટલે યહોવાહ ઇઝરાયલ પર કોપાયમાન થયા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 25:3
13 Iomraidhean Croise  

તમારા ક્રોધના બળને અને કોપને કોણ જાણી શકે? અને તમને ઘટે છે તેવો તમારો ભય કોણ રાખી શકે?


મે તમને માલિકી માટે વારસો આપ્યો હતો તે તમે ગુમાવી દેશો. દેશમાં તમારા દુશ્મનોના ગુલામો તરીકે, જેના વિષે તમે કશું જાણતા નથી એ દેશમાં હું તમને મોકલી આપીશ. તમે મારા ક્રોધના અગ્નિને સળગાવ્યો છે અને તે સદાકાળ સળગતો રહેશે.”


જ્યારે તમારી પુત્રીઓ જાતીય પાપો કરશે, અને તમારી પુત્રવધૂઓ અનૈતિક કર્મ કરશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહિ કારણ, પુરુષો પોતે જ વારાંગનાઓ સાથે નિષિદ્ધ વ્યવહાર રાખે છે અને વારાંગનાઓની સંગતમાં મંદિરમાં યજ્ઞો ચઢાવે છે. આ રીતે જે લોકોને સમજણ નથી તેઓ પોતાનો વિનાશ કરી રહ્યાં છે.


યહોવા કહે છે, “જેમ રણમાં કોઇને દ્રાક્ષ મળે છે તે જ રીતે મને ઇસ્રાએલ મળ્યું હતું. તમારા પૂર્વજો મને ઋતુનાં પહેલા પાકેલા અંજીર જેવા લાગ્યા હતા. પણ જ્યારે તેઓ બઆલ-પેઓર પહોંચ્યા ત્યારે તેઓ બઆલની પૂજા કરવા લાગ્યા અને તેઓ તે ભયંકર વસ્તુઓ (જૂઠા દેવો) જેવા થઇ ગયા, જેને તેઓ પ્રેમ અને પૂજા કરતા હતા.


તેથી મૂસાએ ઇસ્રાએલના ન્યાયાધીશોને હુકમ કર્યો, “તમાંરામાંની પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના અધિકાર નીચેના માંણસોમાંથી જેણે જેણે પેઓરના બઆલની પૂજા કરી હોય તે સૌનો વધ કરે.”


આ એ જ સ્ત્રીઓ છે જેઓએ બલામની શિખામણ મુજબ પેઓરના પર્વત પર ઇસ્રાએલીઓને યહોવાનો ત્યાગ કરવા તથા મૂર્તિપૂજામાં લલચાવી ગઈ હતી, અને તેને કારણે જ ઇસ્રાએલી સમાંજમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.


પેઓરના પાપને લીધે આપણે હજુ પણ સહન કરી રહ્યા છીએ. તે ભયાનક પાપને લીધે યહોવાએ જમાંત પર પ્લેગ મોકલ્યો હતો. અને આજ સુધી આપણે એ પાપથી શુંદ્ધ થયા નથી.


તેઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ અને અન્ય બઆલ દેવની મૂર્તિઓની પૂજા કરવા લાગ્યા.


તે લોકોએ યહોવાની ઉપાસના છોડીને બઆલ દેવ અને આશ્તારોથ દેવોની પૂજા કરવા માંડી.


યહોવાનો પ્રકોપ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેઓને શત્રુઓના હાથમાં સોંપી દીધા, જેઓ તેમને લૂંટતા રહ્યાં; તેણે તેમને આસપાસના શત્રુઓને હવાલે કરી દીધા અને ઈસ્રાએલીઓ તેમની સામે ટકી શક્યા નહિ,


આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.


Lean sinn:

Sanasan


Sanasan