Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:8 - પવિત્ર બાઈબલ

8 “દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 ઈશ્વર તેને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જાણે કે જંગલી ગોધાના જેટલું બળ છે. પોતાની વિરુદ્ધ જે દેશજાતિઓ છે તેઓને તે ખાઈ નાખશે, અને તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને પોતાનાં તીરોથી તેઓને વીંધી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 ઈશ્વર તેમને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો. ઇઝરાયલમાં જાણે કે જંગલી આખલા જેટલું બળ છે. તેઓ પોતાના દુશ્મનોને ભરખી જાય છે, તેમનાં હાડકાંના ભાંગીને ચૂરેચૂરા કરે છે અને પોતાનાં તીરથી તેમને વીંધી નાખે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ઈશ્વર તેઓને મિસરમાંથી કાઢી લાવે છે. તેનામાં જંગલી બળદના જેવી તાકાત છે. તે પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને ખાઈ જશે. તે તેઓનાં હાડકાં ભાંગીને ટુકડા કરશે. તે પોતાના તીરોથી તેઓને વીંધી નાખશે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:8
18 Iomraidhean Croise  

તેમના પર લોઢાનાં દંડથી રાજ કર કે જે તેઓને વિખેરી નાખે જેવી રીતે લોઢાનો સળિયો માટીના ઘડાને તોડી નાખે તેમજ તું કરજે.


તમારી પણછથી તમે તેઓ પર જે નિશાન તાકયું છે. તે જ્યારે તેઓ જોશે, ત્યારે તેઓએ પાછા હઠી જવું પડશે.


તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વીંધે છે, તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે.


હે દેવ, તમારૂં રાજ્યાસન સનાતન છે; અને તમારો રાજદંડ એ તમારૂં ન્યાયી શાસન છે.


પરંતુ જો તમે તેની આજ્ઞાઓનું પાલન કરશો અને હું જે કહું તે બધુ કરશો, તો હું તમાંરી સાથે રહીશ અને તમાંરા શત્રુઓ સાથે લડીશ. અને તમને હેરાન અને ત્રાસ કરનારને હું સજા આપીશ.


આખી રાત મેં કલ્પાંત કર્યુ છે; જાણે સિંહોએ ફાડી મારા ટૂકડા કર્યા હોય, સાંજ થાય ન થાય ત્યાં તો દેવ મારા જીવનનો અંત લાવશે.


“ઇસ્રાએલની પ્રજા તો એવાં ઘેટાં જેવી છે કે જેની પાછળ સિંહ પડ્યો હોય, પ્રથમતો આશ્શૂરનો રાજા તેઓને ખાઇ ગયો. પછી બાબિલના રાજા નબૂખાદરેસ્સારે તેઓનાં હાડકા ચાવ્યાં.”


કારણ કે, હું બળવાન પ્રજાઓના જૂથને બાબિલ વિરુદ્ધ ઉશ્કેરવાનો છું. તેઓ ઉત્તરમાંથી આવી એની સામે મોરચો માંડશે અને એને કબજે કરશે. તેમના બાણાવળીઓ કસાયેલા શિકારીની જેમ કદી ખાલી હાથે પાછા નહિ ફરે.


પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.


યહોવાની વિરુદ્ધ બંડ ન કરશો, એ લોકોથી ડરશો નહિ, તે બધાને હરાવવા આપણે શક્તિમાંન છીએ. હવે તેમનું રક્ષણ કરનાર કોઈ રહ્યો નથી અને યહોવા આપણી સાથે છે, તેથી તેમનાથી જરાય ડરશો નહિ.”


તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”


એ જ તેમને મિસરમાંથી બહાર લઈ આવ્યા છે, અને તે જ એમને ઇસ્રાએલીઓને જંગલી આખલા જેવી તાકાત આપે છે.


એ પ્રજા તો સિંહની જેમ છલાંગ માંરવાને તાકી રહી છે; એ શિકારને ફાડી ખાધા વિના અને તેનું લોહી પીધા વિના જંપીને બેસનાર નથી.”


હેરોદ મરણ પામ્યો ત્યાં સુધી યૂસફ મિસરમાં રોકાયો. પ્રભુએ પ્રબોધક દ્વારા જણાવ્યું હતું તે સાચું પડે માટે આમ બન્યું, “મેં મારા પુત્રને મિસરમાંથી બહાર બોલાવી લીઘો.”


“‘પછી હું તે લોકો પર એક પછી એક આફતો ઉતારીશ; તરકશનાં માંરાં તીક્ષ્ણ તીરોથી હું તેઓને વીંધી નાખીશ.


માંરા બાણો માંરા દુશ્મનોનું લોહી પીશે, અને માંરી તરવાર જેઓને માંરી નાખવામાં આવ્યાં છે, તે તથા કેદીઓના માંસની મિજબાની કરશે. તે તેઓના આગેવાનોના માંથા કાપી નાખશે.’


“તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટ્રો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.


અમે સાંભળ્યું છે કે, તમે મિસરમાંથી આવતા હતા ત્યારે યહોવાએ રાતા સમુદ્રના પાણીને સૂકવી નાખ્યું હતું, અને અમે એમ પણ સાંભળ્યું છે કે બે અમોરી રાજાઓ સીહોન, ઓગ અને તેનું સૈન્ય તમાંરા દ્વારા યર્દન નદીની પૂર્વે મૃત્યુ અને પરાજય પામ્યું હતું.


Lean sinn:

Sanasan


Sanasan