Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:5 - પવિત્ર બાઈબલ

5 “હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હે યાકૂબ, તારા તંબુઓ, હે ઇઝરાયલ, તારા માંડવા કેવા સારા છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 હે ઇઝરાયલી લોકો, તમારા માંડવા કેવા રમણીય છે, હે યાકોબના વંશજો, તમારા તંબૂઓ કેવા સુંદર છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હે યાકૂબ, તારા તંબુઓ, હે ઇઝરાયલ તારા મંડપ કેવા સુંદર છે!

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:5
13 Iomraidhean Croise  

કારણ કે એ લોકો ઇસ્રાએલીઓને માટે અન્નપાણી લઇને સામે મળવા આવ્યા નહોતા, પણ તેમણે ઇસ્રાએલીઓને શાપ આપવા માટે પૈસા આપીને બલામને રોક્યો હતો; જોકે આપણા દેવે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો.


તમારા આંગણામાં આવવા માટે મારો આત્મા ખૂબ ઉત્સુક છે; જીવતા જાગતા યહોવા દેવ માટે મારું હૃદય તથા મારો દેહ હર્ષનાદ કરશે.


પવિત્ર તંબુ એટલે કે કરારકોશના તંબુના બાંધકામમાં વપરાયેલ વિવિધ ધાતુનો હિસાબ આ મુજબ છે. મૂસાએ એ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો હતો, અને તે યાજક હારુનના પુત્ર ઈથામાંરના નિરીક્ષણ હેઠળ તૈયાર કરેલી હતી.


તું અતિ સુંદર છે મારી પ્રીતમા, તારા અંગમા કોઇ ખોડ નથી.


હે મારી પ્રીતમા, તું તિર્સાહ જેવી સુંદર, યરૂશાલેમ જેવી ખૂબસૂરત, ધ્વજાઓ સહિતના સૈન્ય જેવી ભયાવહ છે.


એ સાત દિવસો દરમ્યાન ઇસ્રાએલના તમાંમ વતનીઓએ સાત દિવસ મંડપોમાં રહેવું.


જે કોઇ એ પ્રમાણે કરે તે બધાનો યહોવા ઇસ્રાએલના સમાજમાંથી બહિષ્કાર કરો. પછી ભલે તેઓ સૈન્યોનો દેવ યહોવાને માટે અર્પણો લાવતા હોય.


યહોવાએ મૂસાને કહ્યું હતું તે જ પ્રમાંણે બરાબર વ્યવસ્થા થઈ. તેઓ પોતપોતાના સમૂહના ધ્વજ હેઠળ છાવણી નાખતા. અને કૂચ કરતી વખતે પ્રત્યેક વ્યક્તિ પોતાના કુળસમૂહની ટુકડીમાં પોતાના સ્થાને જ રહેતા.


તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.


દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.


જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા, જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,


હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”


પણ મેં બલામનું સાંભળ્યુ નહિ તેથી તેણે તમને બધાને આશીર્વાદીત કર્યા, આમ મેં તમને બલામની તાકાતમાંથી બચાવી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan