Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 24:1 - પવિત્ર બાઈબલ

1 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો એ યહોવાને સારું લાગ્યું છે, ત્યારે તે આગળની જેમ શકુન જોવા ગયો નહિ, પણ તેણે અરણ્યની તરફ પોતાનું મુખ રાખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હવે બલામને ખબર પડી ગઈ હતી કે પોતે ઇઝરાયલીઓને આશિષ આપે એવું પ્રભુ ઈચ્છે છે, તેથી પ્રથમની માફક તે શકુન જોવા ગયો નહિ. પણ રણપ્રદેશ તરફ મોં ફેરવીને ઊભો રહ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બલામે જોયું કે ઇઝરાયલને આશીર્વાદ આપવો તે યહોવાહને પસંદ પડ્યું છે, તેથી તે મંત્રવિદ્યા કરવા ગયો નહિ, પણ, તેણે અરણ્યની તરફ જોયું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 24:1
13 Iomraidhean Croise  

તેથી બલામે બીજી સવારે વહેલા ઊઠીને બાલાકના કર્મચારીઓને કહ્યું, “તમે તમાંરા દેશમાં પાછા જાઓ, કારણ કે, યહોવાએ મને તમાંરી સાથે આવવાની ના પાડી છે.”


તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.


બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”


હું તેઓને આશીર્વાદ આપું તેવી મને આજ્ઞા મળી છે. દેવ તેઓને આશીર્વાદ આપે તે હું ફેરવી શકું નહિ.


ઇસ્રાએલી પ્રજા વિરુદ્ધ કોઈ જંતરમંતર ચાલે તેમ નથી. કોઈ પણ કામણટૂમણ સફળ થાય તેમ નથી. ઇસ્રાએલ વિષે લોકો કહેશે; ‘જુઓ તો ખરા દેવે તેઓને માંટે કેવાં અદભૂત કાર્યો કર્યા છે!’


તેથી રાજા બાલાક, બલામને રણને કાંઠે આવેલા પેઓર પર્વતના શિખર પર લઈ ગયો, જયાંથી રણ જોઈ શકાતું હતું.


બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.


બલામે જે કહ્યું તે જ પ્રમાંણે બાલાકે કર્યું અને પ્રત્યેક વેદી પર એક બળદ અને એક ઘેટાનું બલિદાન આપવામાં આવ્યું.


આ એ જ સ્ત્રીઓ છે જેઓએ બલામની શિખામણ મુજબ પેઓરના પર્વત પર ઇસ્રાએલીઓને યહોવાનો ત્યાગ કરવા તથા મૂર્તિપૂજામાં લલચાવી ગઈ હતી, અને તેને કારણે જ ઇસ્રાએલી સમાંજમાં મરકીનો રોગચાળો ફાટી નીકળ્યો હતો.


“છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું.


હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે.


એ સાંભળીને શાઉલ ઊઠયો, ઇસ્રાએલના 3,000 ચૂંટી કાઢેલા માંણસોને પોતાની સાથે લઈને તે ઝીફના રાનમાં દાઉદની શોધ કરવાને પહોંચી ગયો.


પછી શાઉલે દાઉદને કહ્યું, “માંરા પુત્ર, દાઉદ, હું તને આશીર્વાદ આપુ છું. તને આશીર્વાદ મળે, તું મહાન કાર્યો કરે અને વિજયી બને.” પછી દાઉદ પોતાને રસ્તે પડયો અને શાઉલ પોતાને ઘેર પાછો ફર્યો.


Lean sinn:

Sanasan


Sanasan