Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 23:3 - પવિત્ર બાઈબલ

3 બલામે પછી રાજાને કહ્યું, “તું તારી વેદી પાસે ઊભો રહે. હું એકલો જાઉ છું. કદાચ યહોવા મને મળે પણ ખરા. એ મને જે કહેશે તે હું તને જણાવીશ.” અને પછી તે એક ખુલ્લી ટેકરી પર ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને બલામે બાલાકને કહ્યું, “તારા દહનીયાર્પણની પાસે ઊભો રહે, ને હું જાઉં. કદાચ યહોવા મને મળવા આવશે; અને જે વાત તે મને કહેશે તે હું તને કહીશ.” અને તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 પછી બલામે બાલાકને કહ્યું, “તું તારા દહનબલિ પાસે ઊભો રહે અને હું ઉપર જાઉં, કદાચ પ્રભુ મને મળવા આવશે. તે મને જે પ્રગટ કરશે તે હું તને જણાવીશ.” પછી તે એક વેરાન ટેકરી પર એકલો ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બલામે બાલાકને કહ્યું, “તું “તારા દહનીયાર્પણ પાસે ઊભો રહે અને હું જાઉ છું. કદાચ યહોવાહ મને મળવા આવશે. તેઓ જે કંઈ મને કહેશે તે હું તને કહીશ.” પછી તે એક ઉજ્જડ ટેકરી પર ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 23:3
16 Iomraidhean Croise  

ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો.


દેવે કહ્યું, “તારા પુત્રને, તારા એકનાએક પુત્રને, જે તને વહાલો છે તે ઇસહાકને લઈને તું મોરિયા પ્રદેશમાં જા. અને ત્યાં હું કહું તે ડુંગર ઉપર તું તેનું દહનાર્પણ કર.”


પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.


પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો.


યહોવા દેવે મૂસાને મુલાકાતમંડપમાં બોલાવીને તેને કહ્યું,


પરંતુ બલામે પ્રત્યુત્તર આપ્યો, “માંરે તો યહોવા બોલાવે તે જ બોલવાનું હોય છે.”


બલામે રાજા બાલાકને કહ્યું, “હું યહોવાનો મેળાપ કરવા જાઉ છું. તું તારી વેદી પાસે ઊભો રહે.”


બાલાકે બલામની સૂચનાઓ પ્રમાંણે કર્યુ, અને તેણે અને બલામે દરેક વેદી પર એક વળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી.


બલામે જવાબ આપ્યો, “મેં તમને કહ્યું નહીનું કે માંરે તો યહોવા મને જે કહે તે જ બોલવાનું છે.”


ત્યાં તેને દેવનો મેળાપ થયો. બલામે યહોવાને કહ્યું, “મેં સાત વેદીઓ તૈયાર કરી છે અને દરેક પર એક બળદ અને એક નર ઘેટાની આહુતિ ચઢાવી છે.”


બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.


પછી શેતાન ઈસુને ખૂબ ઊંચા પર્વત ઉપર લઈ ગયો અને અને ત્યાં તેને વિશ્વના બધાંજ રાજ્યો અને તેમાં આવેલ બધીજ ભવ્યતાનું દર્શન કરાવ્યું.


પણ મેં બલામનું સાંભળ્યુ નહિ તેથી તેણે તમને બધાને આશીર્વાદીત કર્યા, આમ મેં તમને બલામની તાકાતમાંથી બચાવી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan