Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:5 - પવિત્ર બાઈબલ

5 તેથી રાજા બાલાકે, બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા માંટે તેણે તેના માંણસોને મોકલ્યા. તે વખતે બલામ તેના વતનમાં યુફ્રેતિસ નદીને કિનારે પથોરમાં રહેતો હતો; તે તેને આ સંદેશો આપવાના હતા, “મિસરમાંથી સમગ્ર પ્રજા આવી ગઈ છે, તેઓ એટલા બધા છે કે તેઓ સમગ્ર ભૂમિ ઢાંકી દે. તેઓએ માંરી પાસે જ પડાવ નાંખ્યો છે. માંટે તમે આવીને મને મદદ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેણે બયોરના દિકરા બલામને બોલાવવા માટે પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકના પુત્રોના દેશમાં, માણસોને મોકલીને કહેવડવ્યું “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. જુઓ તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે, ને તેઓએ મારી સામે પડાવ નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેથી સિપ્પોરના પુત્ર બાલાક રાજાએ બયોરના પુત્ર બલામને બોલાવી લાવવા સંદેશકો મોકલ્યા. આ વખતે બલામ અમોરીઓના પ્રદેશમાં યુફ્રેટિસ નદીને કિનારે આવેલા પયોરમાં રહેતો હતો. તેઓ તેની પાસે બાલાકનો આ સંદેશો લાવ્યા: “ઇજિપ્તથી એક મોટી પ્રજા આવી છે. તેમનાથી આખો પ્રદેશ છવાઈ ગયો છે અને તેમણે મારી વિરૂધ પડાવ નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે બેઓરના દીકરા બલામને બોલાવવા સારુ પથોર કે જે નદી પર છે, ત્યાં એટલે તેના લોકોના દેશમાં સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું કે, “જુઓ, મિસરમાંથી એક દેશજાતિ આવી છે. તેઓએ પૃથ્વીની સપાટીને ઢાંકી દીધી છે અને તેઓએ મારી પાસે જ પડાવ નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:5
15 Iomraidhean Croise  

હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે.


દેવે તેમની વૃદ્ધિ કરી, અને તેમના દુશ્મનો કરતાં વધારે બળવાન કર્યા.


તીડોનાં ટોળે ટોળાં સમગ્ર ભૂમિ પર છવાઈ ગયા અને ધરતી કાળી કાળી થઈ ગઈ. કરામાંથી બચી ગયેલા મિસર દેશના તમાંમ છોડો અને વૃક્ષો ઉપરનાં બધાંજ ફળ તેઓ ખાઈ ગયાં. સમગ્ર મિસર દેશનાં લીલાં વૃક્ષો અને છોડો નામશેષ થઈ ગયા. કોઈ પણ છોડ પર એકે પાંદડું રહ્યું નહિ.


હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”


બલામે યહોવા તરફથી પોતાને મળેલો સંદેશો પ્રગટ કર્યો તેણે કહ્યું: “મોઆબનો રાજા બાલાક મને અરામમાંથી, પૂર્વના પર્વતોમાંથી લઈ આવ્યો છે, અને મને કહ્યું છે, ‘આવ, માંરે માંટે યાકૂબને શ્રાપ દે! આવ અને ઇસ્રાએલને શ્રાપ દે.’


યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.


આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.


પરંતુ તમાંરા દેવ યહોવાએ બલામની વાત સાંભળી નહિ અને તેના શાપને પણ આશીર્વાદમાં ફેરવી નાખ્યો કારણકે તમાંરા દેવ યહોવાને તમાંરા પર પ્રેમ હતો.


જે લોકોને ઇસ્રાએલીઓએ યુદ્ધમાં માંરી નાખ્યા હતાં તેમાં બયોર ના દીકરા બલામ કે જે એક ભૂવો હતો તેનો પણ સમાંવેશ થતો હતો.


“‘ત્યારબાદ મોઆબના રાજા સિપ્પોરનો પુત્ર બાલાક ઇસ્રાએલીઓ સામે રણમાં ઊતર્યો, તેણે તમને શાપ આપવા માંટે બયોરના પુત્ર બલામને તેડાવ્યો.


તેઓને અફસોસ! આ લોકો કાઈન જે માર્ગે ગયો તેને અનુસર્યા. પૈસા બનાવવાની ઈચ્છાથી તેઓ પોતે બલામ જે ખોટા માર્ગે ગયો તેની પાછળ ગયા. કોરાહની જેમ આ લોકો દેવની વિરૂદ્ધમાં લડ્યા છે. અને કોરાહની માફક જ, તેઓનો નાશ થશે.


“છતાં પણ મારી પાસે તારી વિરુંદ્ધ થોડી એક વાતો છે: તારી સાથે કેટલાક લોકો છે. જે બલામના બોધને અનુસરે છે. બલામે બાલાકને શીખવ્યું કે ઈસ્રાએલના લોકોને પાપ કરતા શીખવે, તે લોકોએ મૂતિઓના નૈવેદ ખાઈને અને વ્યભિચાર કરીને પાપ કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan