Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:4 - પવિત્ર બાઈબલ

4 અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને મોઆબે મિદ્યાણા વડીલોને કહ્યું, ‘જેમ બળદ ખેતરના ઘાસને ચાટી લે છે, તેમ આ સમુદાય તો આપણી આસપાસના સર્વને ચાટી લેશે.” અને તે સમયે સિપ્પોરનો દિકરો બાલાક મોઆબનો રાજા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 મોઆબીઓએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ સાંઢ મેદાનના ઘાસને સફાચટ કરી જાય તેમ આ સમુદાય આપણી આસપાસનું બધું ભરખી જશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મોઆબ રાજાએ મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ખેતરમાંનું ઘાસ ખાય છે, તેમ આ સમુદાય આપણને ખાઈ જશે.” તે સમયે સિપ્પોરનો દીકરો બાલાક મોઆબનો રાજા હતો.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:4
13 Iomraidhean Croise  

તેઓ મિધાનમાંથી નીકળીને પારાનમાં ગયા. પારાનમાંથી તેમણે થોડા માંણસોને ભેગા કર્યા અને ત્યાંથી તેઓ સર્વ મિસર ગયા અને ત્યાં મિસરના રાજા ફારુને તેઓના ખોરાકની અને રહેવાની જગ્યાની વ્યવસ્થા કરી અને તેમને અમુક જમીન ભેટ તરીકે આપી.


અદોમના સરદારો તે સમયે ભયભીત થયા, મોઆબના શક્તિશાળી અને પરાક્રમી પુરુષો ધ્રૂજે છે; એ બધાં કનાનવાસીઓ પણ હિંમત હારે; માંથાં પર ભયના ઓળા ભારે ઊતરતાં જોઈ,


મોઆબને ઘેરઘેર અને ચોરેચૌટે પસ્તાવા સિવાય કશું નથી, કારણ, મેં મોઆબને જૂની અને નકામી બાટલીની જેમ તેના ચૂરેચૂરા કર્યા છે.” આ યહોવાના વચન છે.


અમોરીઓના જે હાલ ઇસ્રાએલીઓએ કર્યા હતા તે મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકે જોયા, ત્યારે તે અને તેના લોકો ઇસ્રાએલીઓથી થથરી ગયા. એમની બહુ મોટી સંખ્યા જોઈને મોઆવીઓ ભયભીત થઈ ગયા.


તેણે મોઆબના અને મિદ્યાનના ઉચ્ચકક્ષાના આગેવાનોને સંદેશવાહકો તરીકે મોકલ્યા હતા. જદુમંતરની દક્ષિણા સાથે તેઓએ બલામ પાસે આવીને તેને બાલાકનો સંદેશો કહી સંભળાવ્યો.


“હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.


પરંતુ મૂસા અને સમગ્ર ઇસ્રાએલી સંઘ મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ રૂદન કરતા હતા તે સમયે તેમના દેખતાં જ એક ઇસ્રાએલી એક મિદ્યાની સ્ત્રીને પોતાની છાવણીમાં ખેંચી લાવ્યો.


યહોવાએ મૂસાને કહ્યું,


યુદ્ધમાં માંર્યા ગયેલા માંણસોમાં મિદ્યાની રાજાઓ અવી, રેકેમ, સૂર, હૂર અને રેબા હતા. ઉપરાંત બયોરના પુત્ર બલામને પણ માંરી નાખ્યો હતો.


શું મોઆબના રાજા સિપ્પોરના પુત્ર બાલાકના કરતાં શું તું ચઢિયાતો છે? ઈસ્રાએલે તેનો પરાજય કર્યા પછી શું તેણે પોતાનો દેશ પાછો મેળવવા પ્રયત્ન કર્યો હતો? ના, બિલકુલ નહિ.


ત્યારબાદ ફરીવાર યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ ઈસ્રાએલી પ્રજાએ કર્યુ. અને તેણે તેઓને સાત વર્ષ સુધી મિદ્યાનીઓના હાથમાં સોંપી હેરાન-પરેશાન કર્યા.


Lean sinn:

Sanasan


Sanasan