Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:32 - પવિત્ર બાઈબલ

32 યહોવાના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માંટે માંરી! તને અટકાવવા માંટે હું જાતે રસ્તામાં આવીને ઊભો હતો. કારણ કે મને તું જાય એ ગમતું નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને યહોવાના દૂતે તેને કહ્યું, “તેં તારી ગધેડીને આ ત્રણ વખત કેમ મારી છે? જો, હું તારી સામો થવાને નીકળી આવ્યો છું, કેમ કે મારી આગળ તારો માર્ગ વિપરિત છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 પ્રભુના દૂતે તેને કહ્યું, “તેં ત્રણવાર તારી ગધેડીને કેમ મારી? તારી આ મુસાફરી મને પસંદ નથી. તેથી તને રોકવા હું આવ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 યહોવાહના દૂતે તેને કહ્યું, “તેં આ ગધેડીને ત્રણ વખત શા માટે મારી છે? જો, હું તારી આગળ શત્રુ તરીકે ઊભો રહ્યો કેમ કે મારી આગળ તારા કામો દુષ્ટ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:32
19 Iomraidhean Croise  

તેઓ પ્રત્યેક સાથે ભલા છે; અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે.


પશુઓને તેમજ પોકાર કરતાં કાગડાનાં બચ્ચાંને પણ તે જ ખોરાક આપે છે.


તમારી નિષ્પક્ષતા ઊંચામાં ઊંચા પર્વતથી પણ ઉંચી છે. અને તમારો ન્યાય અતિ ગહન અને અગાથ છે. તમે માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરો છો.


જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માર્ગો વાંકા છે તે તેને ધિક્કારે છે.


વ્યકિતને પોતાનું બધું આચરણ સાચું લાગે છે પરંતુ યહોવા તેના અંતરને પારખે છે.


જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માર્ગેથી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.


અવળા માર્ગે ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.


તો પછી શા માટે મારે નિનવેહના મહાન શહેર માટે દિલગીર ન થવું જેમાં 1,20,000 લોકો છે જેઓને ખરાખોટાની ખબર નથી અને જ્યાં ઘણા પશુઓ છે.”


હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”


રાત્રી દરમ્યાન દેવે આવીને બલામને કહ્યું, “જો આ લોકો તને બોલાવવા આવ્યા હોય, તો તું ઝટ ઊઠીને તેમની સાથે જા, પણ હું તને કહું એટલું જ તું કરજે, અને તેનું ધ્યાન રાખજે.”


પરંતુ બલામ તેઓની સાથે ગયો તેથી દેવને તેના પર રોષ ચઢયો, જ્યારે બલામ પોતાના બે નોકરો સાથે ગધેડી પર સવાર થઈને જતો હતો ત્યારે તેને રોકવા માંટે તેના રસ્તામાં યહોવાનો દૂત ઊભો રહ્યો.


પછી યહોવાએ ગધેડીને વાચા આપી. તેણે બલામને કહ્યું, “મેં તારું શું બગાડયું છે? તેં મને ત્રણ વખત શા માંટે માંરી?”


ગધેડીએ મને જોયો એટલે એ ત્રણ વાર બાજુએ ખસી ગઈ. જો એ ખસી ગઈ ના હોત તો મેં તને માંરી નાખ્યો હોત, અને ગધેડીનો બચાવ કર્યો હોત.”


યહોવાના દૂતે બલામને જણાવ્યું, “તું આ લોકો સાથે જા, પણ હું જેટલું કહું તેટલાં શબ્દો જ કહેજે.” આથી બલામ બાલાકના માંણસો સાથે ગયો.


અને કહ્યું, “ઓ, શેતાનના દીકરા! તું જે કંઈ બધું ન્યાયી છે તેનો દુશ્મન છે. તું દુષ્ટ યુક્તિઓ અને જૂઠાણાંથી ભરપૂર છે. તું હંમેશા દેવના સત્યને અસત્યમાં ફેરવવા માટે પ્રયત્ન કરે છે.


આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.


“કોઈ પણ વ્યકિતએ બળદ ડૂંડાં ખૂંદતો હોય ત્યારે તેને મોરી પહેરાવવી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan