Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 22:31 - પવિત્ર બાઈબલ

31 પછી યહોવાએ બલામની આંખો ખોલી, અને તેણે યહોવાના દૂતને રસ્તાની વચ્ચે ઉઘાડી તરવાર લઈને ઊભેલો જોયો અને તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 ત્યારે યહોવાએ બલામની આંખો ઉઘાડી, ને તેણે યહોવાના દૂતને પોતાની તરવાર હાથમાં લઈને માર્ગમાં ઊભેલા જોયો; અને તેણે માથું નમાવીને તેને દંડવત કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 ત્યારે પ્રભુએ બલામની આંખો ઉઘાડી. તેણે પ્રભુના દૂતને ખુલ્લી તલવાર લઈને માર્ગમાં ઊભેલો જોયો. તરત જ બલામે ભૂમિ પર ઊંધા પડીને તેને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 પછી યહોવાહે બલામની આંખો ખોલી, તેણે યહોવાહના દૂતને પોતાની તલવાર હાથમાં લઈને રસ્તાની વચ્ચે ઊભેલો જોયો. બલામે માથું નમાવીને તેને સાષ્ટાંગ દંડ્વત પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 22:31
14 Iomraidhean Croise  

પછી દેવે હાગારને પાણીથી ભરેલો કૂવો દેખાય તેવું કર્યુ. તે ત્યા ગઇ અને મશકમાં પાણી ભરી લીધું. અને બાળકને પાણી પાયું.


દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા.


હે યહોવા, તેઓને ભયભીત કરો, જેથી તેઓ એમ જાણે કે તેઓ માત્ર સામાન્ય મનુષ્યો છે.


મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા.


ગધેડીએ બલામને પૂછયું, “જો હું કંઈ તારાથી અજાણી છું? તેં આખુ જીવન તો માંરા પર સવારી કરી છે. માંરા સમગ્ર જીવનમાં મેં પહેલા કદી આવું કર્યુ છે ખરું?” બલામે કહ્યું, “ના, કદાપી નહિ.”


દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.


દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.


(પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.)


તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો.


જ્યારે ઈસુએ કહ્યું, “હું ઈસુ છું.” ત્યારે માણસો પાછા પડ્યા અને જમીન પર પડ્યા.


તું તે લોકોને સત્ય બતાવ. લોકો અંધકારમાંથી અજવાળામાં પાછા ફરશે. પછી તેઓ શેતાનની સત્તામાંથી પાછા ફરી દેવ તરફ પાછા ફરશે. પછી તેઓના પાપ માફ કરવામાં આવશે. જે લોકો મારામાં વિશ્વાસ રાખીને પવિત્ર થયા છે તેઓ તેમાં ભાગીદાર થશે.’”


જયારે યહોશુઆ યરીખો નજીક પહોંચ્ચોં ત્યારે તેણે પોતાની સામે ખુલ્લી તરવાર લઈને ઊભેલો એક માંણસ જોયો. તેથી યહોશુઆએ તેને પૂછયું, “તું કોના તરફ છે? તું અમાંરો મિત્ર છે કે દુશ્મન?”


તેણે પ્રત્યુત્તર આપ્યો, “હું તો એકે નથી,” પણ હું તો યહોવાની સેનાનો સેનાધિપતિ છું. અને એ તમને કહેવા માંટે આવ્યો છું. યહોશુઆએ તેને જમીન પર મોઢું કરીને ભજન કરીને કહ્યું, “માંરા માંલિકની તેના સેવકને શી આજ્ઞા છે?”


Lean sinn:

Sanasan


Sanasan