Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:5 - પવિત્ર બાઈબલ

5 તેઓ દેવની અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “તમે શા માંટે અમને મિસરમાંથી લઈ આવ્યા. અહી મરવા માંટે? અહીં ખાવા અનાજ નથી, પીવાને પાણી નથી. આ સ્વાદરહિત માંન્નાથી તો અમે કંટાળી ગયા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, “તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્‍ન નથી, ને પાણી પણ નથી. અને અમારા જીવ આ હલકા અન્‍નથી કંટાળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેમણે મોશે અને ઈશ્વર વિરૂદ્ધ ફરિયાદ કરી, “આ વેરાન રણપ્રદેશમાં અમે માર્યા જઈએ માટે તમે અમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા છો? અહીં તો નથી પીવાને પાણી કે ખાવાને અન્‍ન! આ હલકા ખોરાકથી અમે કંટાળ્યા છીએ!”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 લોકો ઈશ્વર અને મૂસાની વિરુદ્ધ બોલવા લાગ્યા, “શા માટે અરણ્યમાં મરી જવાને તમે અમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યા? અહીં રોટલી નથી, પાણી નથી, આ કંગાળ ભોજનથી તો અમે કંટાળી ગયા છીએ.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:5
19 Iomraidhean Croise  

દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.


તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, “શું રણમાં તે ભોજન મોકલી શકે?


તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.


પછી તે બધા લોકોએ મૂસાની વિરુદ્ધ બબડાટ કરતાં કહ્યું કે, “આપણે પીશું શું?”


ઇસ્રાએલના લોકો આ જોઈ પરસ્પર એક બીજાને પૂછવા લાગ્યા, “આ શું છે?” કારણ કે એમને ખબર ન હતી કે એ શું છે. ત્યારે તેઓને મૂસાએ કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માંટે આપેલો ખોરાક છે.


ઇસ્રાએલના લોકોએ તે વિશિષ્ટ ભોજનનનું નામ “માંન્ના” રાખ્યું. માંન્ના ધાણાની દાળ જેવું સફેદ હતું. અને તેનો સ્વાદ મધવાળી પાતળી ભાખરી જેવો હતો.


ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.


“‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.


પરંતુ એક મહિના સુધી, તમે એનાથી કંટાળી જાઓ, તમને ચીતરી ચડે ત્યાં સુધી તમાંરે તે જમવું પડશે. કારણ કે તમે તમાંરી વચ્ચે વસતા યહોવાનો અનાદર કર્યો છે, અને તેમની આગળ એમ કહીને રોદણાં રડયા છો કે, ‘અમે મિસર છોડીને ન આવ્યા હોત તો સારું થાત.’”


પરંતુ બીજે દિવસે સમગ્ર ઇસ્રાએલી સમાંજ મૂસાની અને હારુનની વિરૂદ્ધ એમ કહેતા કચવાટ કરવા લાગ્યો, “તમે જ યહોવાના માંણસોના મોત નિપજાવ્યા છે.”


છતાં ઇસ્રાએલી પ્રજાએ મૂસા સમક્ષ ફરિયાદ કરવાનું ચાલુ રાખ્યું: “આપણે જાણીએ છીએ કે આપણું મૃત્યુ નિશ્ચિત છે, આપણે ગુમાંવેલાં છીએ! આપણો બધાનો વિનાશ થશે.


તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું.


Lean sinn:

Sanasan


Sanasan