29 હે મોઆબ, તને અફસોસ! કમોશના લોકો, તમારો નાશ થયો છે. તેણે પોતાના દીકરાઓને નાસી ગયેલા અને પોતાની દીકરીઓએ કેદીઓ તરીકે, અમોરીઓના રાજા સીહોનને સોંપી દીધા છે.
કારણ કે સુલેમાંને માંરો ત્યાગ કર્યો છે, તેણ સિદ્દોનીઓની દેવી આશ્તોરેથની, મોઆબના દેવ કમોશની અને આમ્મોનીઓના દેવ મિલ્કોમની પૂજા કરી છે. તે માંરા માંગેર્ ચાલ્યો નથી અને માંરી દૃષ્ટિમાં જે સારું છે, તે તેણે કર્યું નથી, તેના પિતા દાઉદે માંરા બધા વિધિઓ અને ફરમાંનો પાળ્યા હતાં, પણ સુલેમાંને તે પ્રમાંણે કર્યુ નથી.
એ વખતે સુલેમાંને મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માંટે અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મોલેખ માંટે યરૂશાલેમની નજીક આવેલા પર્વતના શિખર પર એક ઉચ્ચ સ્થાન બંધાવ્યું.
વળી તેણે ઇસ્રાએલની પૂર્વ તરફના ઉચ્ચસ્થાનકો અપવિત્ર કર્યા. તે ઇસ્રાએલના સુલેમાન રાજાએ બંધાવેલી “વિનાશક ટેકરીઓની” દક્ષિણે હતાં જે તેણે આશ્તોરેથ માટે બંધાવી હતી જે સિદોનીઓની ભયાનક દેવી હતી, મોઆબીઓના ભયાનક દેવ કમોશ અને આમ્મોનીઓના ભયાનક દેવ, મિલ્કોમના સ્થાનકો પણ તોડી પાડ્યાં.
મારું હૃદય મોઆબને માટે રૂદન કરે છે! ત્યાંના લોકો સોઆર અને એગ્લાથ-શલીશિયા ભાગી ગયા છે. તેઓ રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચઢે છે, હોરોનાયિમને રસ્તે તેઓ હૈયાફાટ રૂદન કરે છે.
“નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.
“હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.