Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 21:25 - પવિત્ર બાઈબલ

25 ઇસ્રાએલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં શહેરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને ઇઝરાયલે એ સર્વ નગર લીધાં:અને ઇઝરાયલે અમોરીઓનાં સર્વ નગરોમાં એટલે હેશ્બોનમાં તથા તેનાં સર્વ ગામોમાં, વાસો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 ઇઝરાયલીઓએ હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે વસવાટ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 ઇઝરાયલે હેશ્બોન અને તેની આસપાસનાં ગામો સહિત અમોરીઓનાં બધાં નગરો જીતી લીધાં અને તેમાં તેમણે રહેવાનું શરૂ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 21:25
17 Iomraidhean Croise  

હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ!


વળી હેશ્બોન અને એલઆલેહના લોકો પોકેપોક રડે છે; તેમનો અવાજ યાહાસ સુધી સંભળાય છે; તેથી મોઆબના સશસ્ત્ર યોદ્ધાઓ પણ થથરી જાય છે, તેથી તેનું હૃદય ક્ષોભ પામે છે.


મોઆબનું ગૌરવ હવે રહ્યું નથી, હેશ્બોનમાં મોઆબના શત્રુઓએ એના પતનની યોજના ઘડી છે. તેઓ કહે છે ‘ચાલો, આપણે એને રાષ્ટ તરીકે ભૂંસી નાખીએ.’ માદમેન નગરને પણ ચૂપ કરવામાં આવશે; શત્રુઓની તરવાર તારો પીછો કરશે.


“તેના બદલે બધી જગ્યાએથી; હેશ્બોનથી એલઆલેહ સુધી; સોઆરથી હોરોનાયિમ સુધી, અને ત્યાંથી એગ્લાથ શલી-શીયા સુધી ભય અને વેદનાના પોકારો સંભળાય છે. નિમ્રીમનાં પાણી પણ સુકાઇ ગયા છે.


“નાસી ગયેલા અસહાય નિર્વાસિતો હેશ્બોનની છાયા તળે વિસામો લે છે, પણ હેશ્બોનમાંથી આગ ભભૂકી નીકળે છે. સીહોનના રાજમહેલમાંથી જવાળાઓ લપકારા મારે છે, અને એ તોફાનીઓની ભૂમિને, મોઆબના સીમાડા અને પર્વતોને ભરખી જાય છે.


સમરૂન તારી મોટી બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી ઉંત્તરે વસે છે. સદોમ તારી નાની બહેન છે, જે પોતાની પુત્રીઓ સાથે તારી દક્ષિણે વસે છે.


“તારી બહેન સદોમના પાપ આ પ્રમાણે હતાં; અભિમાન, આળસ અને અન્નની પુષ્કળતા. તેથી તેઓ અભિમાની થઇ ગઇ હતી. વળી તેઓ ગરીબોને કે દુ:ખીઓને કદી મદદ કરતી નહોતી.


દેવ કહે છે, “પરંતુ એક દિવસ આવશે જ્યારે હું સદોમ અને તેની પુત્રીઓની તથા સમરૂન અને તેની પુત્રીઓની આબાદી પાછી આપીશ. વળી એ સાથે, હે યહૂદા, તારી આબાદી પણ હું તને પાછી આપીશ.


“વળી હું તમને મિસરમાંથી સાથે બહાર લઇ આવ્યો, અને મેં તમને વન્યપ્રદેશ થકી ચાળીસ વર્ષ સુધી માર્ગદર્શન આપ્યું જેથી તમે અમોરીઓના રાષ્ટને તાબામાં લઇ શકો.


હેશ્બોન અમોરીઓના રાજા સીહોનની રાજધાનીનું નગર હતું. અગાઉના મોઆબના રાજા સામે સીહોને યુદ્ધ કરીને આર્નોન સુધીનો તેનો બધો પ્રદેશ લઈ લીધો હતો.


આ રીતે ઇસ્રાએલીઓ અમોરીઓના પ્રદેશમાં વસવા લાગ્યા.


“ઇસ્રાએલી સમાંજને યહોવાએ જીતી આપેલો પ્રદેશ, અટારોથ, દીબોન, યાઝેર, નિમ્રાહ, હેશ્બોન, એલઆલેહ, સબામ, નબો અને બેઓન.


હોરીઓ પહેલા સેઇરમાં રહેતા હતા, પણ એસાવના વંશજો તેઓને હાંકી કાઢીને તેમની ભૂમિ પડાવી લીધી, અને તેમનું નામનિશાન ભૂંસી નાખ્યું. અને તેમની જગ્યાએ પોતે વસવા લાગ્યા, જેમ ઇસ્રાએલીઓએ યહોવાએ, તેમને આપેલી ભૂમિનાં મૂળ વતનીઓની સાથે કર્યુ તેમ.)


પછી હું તમને યર્દન નદીની પૂર્વે, અમોરીઓની ભૂમિમાં લઈ આવ્યો: અને તેઓએ તમાંરી વિરુદ્ધ યુદ્ધ કર્યુ. પણ મેં તેઓનો વિનાશ કર્યો અને તમને તેઓનો પ્રદેશ આપ્યો.


છેલ્લા 300 વર્ષથી ઈસ્રાએલીઓ હેશ્બોન અને તેની આસપાસનાં નગરોમાં, અરોએરની નજીકમાં અને તેની પાસેના નગરોમાં, અને અર્નોન નદી અને નજીકનાં નગરોમાં રહેતા આવ્યા છે, તમે કેમ એ બધાં નગરો આ સમય દરમ્યાન પાછાં લઈ ન લીધાં?


Lean sinn:

Sanasan


Sanasan