12 પણ યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “બધા ઇસ્રાએલીઓ સમક્ષ તમે તમાંરું માંરા પ્રત્યે સન્માંન બતાવ્યું નહિ. તમે તેઓને બતાવ્યું નહિ કે પાણી કાઢવાની શક્તિ માંરામાંથી આવી હતી તેઓને તમે બતાવ્યું નહિ કે તમે માંરામાં વિશ્વાસ કર્યો હતો તેથી મેં તેઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું હતું ત્યાં તમે તે લોકોને લઈ જશો નહિ.”
12 અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “મારા પર વિશ્વાસ ન કરતાં ઇઝરાયલી લોકોની દષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે, તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”
12 પણ પ્રભુએ મોશે અને આરોનને ઠપકો આપ્યો, “તમે મારા પર વિશ્વાસ કર્યો નથી અને ઇઝરાયલી લોકો સમક્ષ મારી પવિત્રતાનું સન્માન કર્યું નહિ. તેથી આ લોકોને જે દેશ આપવાનું મેં વચન આપ્યું હતું, તેમાં તમે તેમને લઈ જઈ શકશો નહિ.”
12 પછી યહોવાહે મૂસાને અને હારુનને કહ્યું, કેમ કે તમે મારા પર ભરોસો ન કર્યો, કે ઇઝરાયલ લોકોની દ્રષ્ટિમાં મને પવિત્ર મનાવ્યો નહિ, માટે જે દેશ મેં આ સભાને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહિ.”
બીજે દિવસે તેઓ સવારમાં વહેલા ઊઠયા અને “તકોઆના વગડા” તરફ જવા નીકળી પડ્યા. તેઓ જતા હતા ત્યારે યહોશાફાટે ઊભા થઇને કહ્યું, “યહૂદા-વાસીઓ અને યરૂશાલેમના વતનીઓ, મને ધ્યાનથી સાંભળો: જો તમે તમારા દેવ યહોવા ઉપર વિશ્વાસ રાખશો, તો તમારે કોઇથી ડરવાનું રહેશે નહિ, જો તમે તેમના પ્રબોધકો ઉપર વિશ્વાસ રાખશો, તો તમારો વિજય થશે.”
સમરૂન એફ્રાઇમ ની રાજધાની છે. અને પેકાહ સમરૂનનો નેતા છે. શું તમે મારા શબ્દોને માનશો નહિ? હું તમારુ રક્ષણ કરું તેવું તમે ઇચ્છતા હો તો તમે, હું જે કહું તે વાતમાં વિશ્વાસ રાખવાનું જરુંર શીખો.”
તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.
તમારે લીધે કલંકિત થયેલા મારા નામની પવિત્રતા હું એ પ્રજાઓમાં સિધ્દ કરી બતાવીશ, અને જ્યારે હું તેમની આગળ તમારી મારફતે મારી પવિત્રતા સિધ્દ કરીશ ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.’”
પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.’” હારુન મૌન થઈ ગયો.
“હારુન પિતૃલોક ભેગો થનાર છે. મેં ઇસ્રાએલીઓને જે ભૂમિ આપવાનું વચન આપ્યું છે તેમાં એ દાખલ થઈ શકશે નહિ, કારણ કે, મરીબાહના ઝરણા આગળ તમે માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યુ હતું.
કારણ કે સીનના રણમાં જયારે સમગ્ર સમાંજે ઝરણા આગળ માંરી સામે ઝઘડો કર્યો હતો, ત્યારે તમે માંરી આજ્ઞાનો ભંગ કર્યો હતો: તમે તેમની આગળ માંરી શક્તિ વિષે અવિશ્વાસ પ્રગટ કર્યો અને લોકોને બતાવ્યુ નહિ કે હું પવિત્ર છું.” સીનના રણમાં આવેલા કાદેશ નજીકના “મરીબાહ”ના ઝરણાની આ વાત છે.
ઈસુએ ઉત્તર આપ્યો, “તમે એવા લોકો છો જેમને વિશ્વાસ નથી અને તમે ભટકેલ છો, ક્યાં સુધી તમારી સાથે મારે રહેવું જોઈએ? ક્યાં સુધી હું તમારું સહીશ? એ છોકરાને મારી પાસે લાવો.”
ઈસુએ ઉત્તર આપ્યો, “તમે ન કરી શક્યા કારણ કે, તમારો વિશ્વાસ અલ્પ છે. હું તમને સત્ય કહું છું કે જો તમારો વિશ્વાસ રાઈના દાણા જેટલો પણ હશે તો પછી તમે પર્વતને પણ કહી શકશો કે, ‘તું અહીથી ખસીને પેલી જગ્યાએ જા અને તે જશે, તમારા માટે કશું જ અશક્ય હશે નહિ.’ [
તેથી ધ્યાનથી સાંભળ! જ્યાં સુધી આ બનાવ ના બને ત્યાં સુધી તું મૂંગો રહેશે. તું તારી બોલવાની શક્તિ ગુમાવીશ. શા માટે? કારણ કે મેં તને જે કહ્યું તેમાં તેં વિશ્વાસ કર્યો નથી. પરંતુ આ શબ્દો ચોક્કસ સમયે સાચા ઠરશે.”
પછી યહોવાએ મૂસાને કહ્યું, “આ રહ્યો તે પ્રદેશ જે તેમના વંશજોને આપવાનું મેં ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને વચન આપ્યું હતું. ‘મેં તને તારી સગી આંખે એ જોવા દીધો છે, પણ તું તેમાં આગળ જઈને પ્રવેશ કરવા નહિ પામે.’”
“પરંતુ તમાંરે કારણે યહોવા માંરા પર રોષે ભરાયા હતા અને તેમણે સમ પૂર્વક જણાવ્યું હતું કે, તું યર્દન નદી ઓળંગી હું જે સમૃદ્વ ભૂમિનો કબજો તમાંરા લોકોને સોંપી રહ્યો છું તેમાં પ્રવેશ પામશે નહિ.
“હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા.