Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:22 - પવિત્ર બાઈબલ

22 સૂતકી વ્યક્તિ જે કોઈ વસ્તુને સ્પર્શ કરે તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય; અને તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને તે અશુદ્ધ માણસ જે કશાનો સ્પર્શ કરે તે પણ અશુદ્ધ ગણાય. અને જે માણસ તેવી વસ્‍તુનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

22 અશુદ્ધ માણસ જે કોઈ વસ્તુને અડકે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ આવી વસ્તુને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 અશુદ્ધ વ્યક્તિ કશાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. તે વસ્તુને સ્પર્શ કરનાર વ્યક્તિ પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.”

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:22
21 Iomraidhean Croise  

યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,


સ્રાવવાળો માંણસ જયાં બેઠો હોય તે વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


સ્રાવવાળો માંણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને અડે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જે કોઈ વ્યકિત તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.


એ સ્ત્રી જેના પર બેઠી હોય એવી કોઈ પણ વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


તે સ્ત્રી જેના પર બેઠી હોય તે પથારી અથવા આસન પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.


જે કોઈ તે પથારી કે આસનને અડે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાજ સુધી અશુદ્ધ ગણાય.


તેથી જે કોઈ વ્યક્તિ તે માંણસની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.


વળી અશુદ્ધ વ્યક્તિ જે જગ્યા પર બેઠી હતી તે જગ્યા પર કોઈ બેસે, તો તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને સ્નાન કરવું.


સ્રાવવાળા પુરુષને જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.


જો સ્રાવવાળો માંણસ કોઈના પર થૂંકે તો તે માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે,


અથવા સર્પવર્ગના પ્રાણીનો કે મનાઈ કરેલી વસ્તુઓ સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અકડે;


તો તે યાજક સાંજ સુધી અશુદ્ધ ગણાય અને સાંજે તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશુંય ખાવું નહિ.


“જો કોઈ માંણસ અજાણતાં કોઈ પણ અશુદ્ધ વસ્તુ, જેવી કે ખોરાક માંટે ના કરી હોય એવા જંતુના મૃત શરીરને અથવા જંગલી કે પાળેલા પ્રાણીના મૃત શરીરને સ્પર્શ તો તે દોષિત ગણાય.


“જો કોઈ માંણસ અજાણતાં માંણસનો કોઈ પણ જાતની મલિનતાનો સ્પર્શ કરે અને જેવી તેના વિષે તેને જાણ થાય કે તરત જ તે દોષપાત્ર ગણાય.


“જો માંસ કોઈ અપવિત્ર વસ્તુને અડેલું હોય, તો તે જમી શકાય નહિ, તેથી તેને અગ્નિમાં બાળી મૂકવું. જે વ્યક્તિ શુદ્ધ હોય તે શાંત્યર્પણનું માંસ જમી શકે છે.


“જો કોઈ વ્યક્તિ અશુદ્ધ માંણસને, કે અશુદ્ધ પશુને કે અશુદ્ધ પેટે ચાલનાર પ્રાણીને અડયો હોય અને પછી યહોવાને ચઢાવેલા શાંત્યર્પણનું માંસ જમે તો તેને તેના લોકોથી તેને જૂદો કરવો.”


યાજકોએ કહ્યું: “ના.” ત્યારે હાગ્ગાયે કહ્યું, “જો કોઇ માણસ શબને અડવાથી અભડાયો હોય અને તે આ વસ્તુઓને અડે તો એ અભડાઇ જાય ખરી?” યાજકે જવાબ આપ્યો, “જરુર અભડાય.”


ત્યારબાદ તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં અને આખા શરીરે સ્નાન કરવું અને છાવણીમાં પાછા ફરવું. સાંજ સુધી વિધિ અનુસાર તે અશુદ્ધ ગણાય.


Lean sinn:

Sanasan


Sanasan