Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 19:20 - પવિત્ર બાઈબલ

20 “પરંતુ જો કોઈ સૂતકી પોતાની શુદ્ધિ ન કરાવે તો તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે પવિત્ર મંડપને ભ્રષ્ટ કર્યુ છે, તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી, તેથી તે સૂતકી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પણ જે માણસ અશુદ્ધ થયા છતાં પોતાને શુદ્ધ ન કરે, તે માણસ મંડળીમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવના પવિત્રસ્થાનને વટાળ્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું; તે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 “કોઈ અશુદ્ધ થયેલો માણસ પોતાનું શુદ્ધિકરણ કરાવે નહિ તો તેનો તમારે સમાજમાંથી બહિષ્કાર કરવો. કારણ, તેણે પ્રભુના પવિત્રસ્થાનને ભ્રષ્ટ કર્યું છે અને તેના ઉપર શુદ્ધિકરણનું પાણી છાંટવામાં આવ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ જે કોઈ અશુદ્ધ હોવા છતાં પોતાને શુદ્ધ થવાનો ઇનકાર કર્યો હોય તો તે વ્યક્તિને સમુદાયમાંથી બહિષ્કૃત કરવો, કેમ કે, તેણે યહોવાહના પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છાંટવામાં આવ્યું નથી, તેથી તે અશુદ્ધ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 19:20
13 Iomraidhean Croise  

આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”


જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”


“આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”


પછીથી જ તે શુદ્ધ જાહેર થશે, જો તે પોતાનાં વસ્ત્રો ધોઈ ન નાખે અને સ્નાન ન કરે, તો તેનું પરિણામ તેને માંથે, તેને પાપની સજા ભોગવવી પડે.”


“હારુનના વંશના જે કોઈને કોઢ થયો હોય અથવા સ્રાવ થતો હોય; તેણે શુદ્ધ થતાં સુધી પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ, જો યાજક મૃતદેહને અડે અથવા યાજકને વીર્ય સ્રાવ થયો હોય.


“પણ જો કોઈ વ્યક્તિ પછી તે ઇસ્રાએલી વતની હોય કે વિદેશી હોય, જાણી જોઈને ઈરાદાપૂર્વક પાપ કરે તો તે યહોવાનું અપમાંન કરે છે. એવા માંણસનો બહિષ્કાર કરવો અને સમાંજથી અલગ રાખવો,


જે કોઈ મનુષ્ય મૃતદેહને સ્પર્શ કર્યા પછી જણાવેલી રીત મુજબ પોતાને શુદ્ધ નહિ કરે તો તે યહોવાના મુલાકાતમંડપને અશુદ્ધ કરે છે. તેના પર શુદ્ધિજળ છાંટવામાં આવ્યું નથી તેથી તેવા માંણસનો બહિષ્કાર કરવો, કારણ કે તે યહોવાના મંદિરને અપવિત્ર કરે છે.


પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.


જે કોઈ વ્યક્તિ વિશ્વાસ કરે અને બાપ્તિસ્મા લે તે તારણ પામશે. પરંતુ જે વ્યક્તિ વિશ્વાસ ધરાવતી નથી તે ગુનેગાર ગણાશે.


પ્રિય મિત્રો, આમ બનવાની આપણે રાહ જોઈ રહ્યા છે. તેથી પાપહિન અને ક્ષતિહિન બનવા માટે શક્ય તેટલા વધારે પ્રયત્નશીલ રહો. દેવ સાથે શાંતિમાં રહેવાને યત્ન કરો.


જે વ્યક્તિ અન્યાયી છે તેને અન્યાય કરવાનું ચલુ રાખવા દો. જે વ્યક્તિ મલિન છે તેને મલિન થવાનું ચાલુ રાખવા દો. જે વ્યક્તિ સાંચુ કામ કરે છે તે સાંચુ કામ કરવાનું ચાલુ રાખે. જે વ્યક્તિ પવિત્ર છે તે હજુ પવિત્ર થવાનું ચાલુ રાખે.”


Lean sinn:

Sanasan


Sanasan