ગણના 18:7 - પવિત્ર બાઈબલ7 પરંતુ વેદીને લગતી અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનમાં લગતી યાજક તરીકેની બધી જ ફરજો તારે અને તારા પુત્રોએ જ પુરી કરવાની છે. કારણ કે, તમાંરી યાજક તરીકેની સેવા મેં તમને ભેટો તરીકે આપી છે. બીજુ કોઈ જે માંરા પવિત્રસ્થાનની નજીક આવે તો તેને મૃત્યુદંડની જ શિક્ષા કરવી.” Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પરંતુ માત્ર તારે અને તારા પુત્રોએ જ વેદીની અને પરમપવિત્રસ્થાનને લગતી સેવાઓ બજાવવાની છે. કારણ, મેં તને યજ્ઞકારપદ બક્ષિસમાં આપ્યું છે. જો કોઈ બીજો એ સેવા બજાવવા આવશે તો જરૂર માર્યો જશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પરંતુ તું અને તારા દીકરાઓ વેદીને અને પડદાની અંદર પરમપવિત્રસ્થાનને લગતી યાજક તરીકેની બધી જ ફરજો બજાવો અને સેવા કરો. ભેટ તરીકે હું તમને યાજકપદ આપું છું. કોઈ પરદેશી પાસે આવે તે માર્યો જાય.” Faic an caibideil |