Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગણના 18:6 - પવિત્ર બાઈબલ

6 હું તને ફરીથી કહું છું, મેં પોતે બધા ઇસ્રાએલીઓમાંથી તારા કુટુંબી લેવીઓને મુલાકાતમંડપમાં સેવા બજાવવા માંટે પસંદ કર્યો છે. તેઓ મને સમર્પિત થયેલા છે. જે મેં તમને ભેટ આપ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મેં, જુઓ, મેં ઇઝરાયલ પ્રજામાંથી તમારા ભાઈઓને એટલે લેવીઓને લીધા છે. મુલાકાતમંડપની સેવા કરવાને તેઓ તમને યહોવાને માટે બક્ષિસ તરીકે આપેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જુઓ, મેં પોતે ઇઝરાયલના વંશજો મધ્યેથી તારા લેવી ભાઈઓને પસંદ કર્યા છે. મુલાકાતમંડપ સાથે જોડાયેલાં કાર્યો કરવા માટે તેઓ મને ભેટ તરીકે આપવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગણના 18:6
14 Iomraidhean Croise  

“હું તને જે કહી રહ્યો છું તે તું સમજ. હું આકાશ નીચેનાં બધાં જ પ્રાણીઓનો અને જીવોનો નાશ કરવા માંટે પૃથ્વી પર જળપ્રલય લાવનાર છું. આકાશની નીચેના તમાંમ જીવોનો હું નાશ કરીશ. પૃથ્વી પરનાં બધાં જ જીવો મરી જશે.


“હવે હું તને અને તમાંરા વંશજોને વચન આપું છું.


પછી હું મિસરવાસીઓને હિંમતવાન બનાવીશ એટલે તેઓ તમને સમુદ્રમાં હાકી કાઢશે. અને ફારુન તથા તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીશ અને તેઓ મને માંન આપે તેમ કરીશ.


વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:


“મેં મારી જાતે જ આ આગાહી કરી હતી અને કોરેશને હાંક મારીને બોલાવ્યો છે; હું તેને અહીં લઇ આવ્યો છું અને તેને સફળ બનાવીશ.


યહોવા કહે છે, “તમને હિંમત આપનાર હું પોતે બેઠો છું. ર્મત્ય માણસથી, તરણા જેવા માણસથી ભયભીત થવાનું શું કારણ છે?”


યહોવા મારા માલિક કહે છે: “હું પોતે જ મારા ઘેટાંને શોધી કાઢીશ અને તેઓની સંભાળ રાખીશ.


તેથી યહોવા મારા માલિક કહે છે: “હું આ જાડા અને પાતળાં ઘેટાં વચ્ચે ન્યાય કરીશ.


“ઇસ્રાએલ પ્રજાના પ્રથમજનિત પુત્રોની અવેજીમાં મેં લેવીઓનો સ્વીકાર કર્યો છે, તેથી ઇસ્રાએલના સર્વ પ્રથમ જન્મેલા પુત્રોના સ્થાને લેવીઓ માંરી સેવામાં રહેશે.


એ લોકો માંરા ગણાશે, કારણ કે પ્રત્યેક પ્રથમ પુત્ર ઉપર માંરો હક છે, જ્યારે મેં મિસરના બધા પ્રથમ પુત્રોને માંરી નાખ્યા હતા ત્યારે મેં ઇસ્રાએલનાં બધાં જ પ્રથમ અવતરેલાંને માંરે માંટે રાખી લીધાં હતાં, પછી એ માંણસ હોય કે પશુ હોય, તેઓ માંરાં છે; હું યહોવા છું.”


“‘બધા પ્રથમજનિત ઇસ્રાએલીઓના પુરુષોની અવેજીમાં મને લેવીઓ આપ; અને ઇસ્રાએલીઓનાં ઢોરના પ્રથમ વેતરનાં વાછરડાંના બદલામાં લેવીઓનાં ઢોર સોંપી દે.


“લેવીના કુળસમૂહોને બોલાવી લાવ અને તેમને યાજક હારુનની સેવામાં નિયુક્ત કર.


“અને તારે હારુનના તથા તેના પુત્રોના હવાલામાં લેવીઓને સોંપી દેવા કારણ કે બધા ઇસ્રાએલીઓમાંથી તેમને સેવા કરવા માંટે પસંદ કરવામાં આવ્યા છે.


Lean sinn:

Sanasan


Sanasan